(Photo by Alex Wong/Getty Images)

રશિયા પાસેથી એસ-400 મિસાઇલ સિસ્ટમ્સની ખરીદી માટે ભારત પર પ્રતિબંધ ન લાદવાની અમેરિકાના ટોચના રિપબ્લિકન સેનેટરે તરફેણ કરી છે. ભારતને CAATSA પ્રતિબંધોમાં માફીનું સમર્થન કરતાં સેનેટરે દલીલ કરી હતી કે તેનાથી ભારત ક્વોડ દેશોમાંથી નીકળી જાય તેવી શક્યતા છે. પ્રતિબંધ મારફત અમેરિકાના દુશ્મનોનો સામનો કરવાના ધારા (CAATSA ) હેઠળ અમેરિકાએ ઇરાન સહિતના ઘણા દેશો સામે પ્રતિબંધ મૂક્યા છે.

સેનેટરી ટોડ યંગે જણાવ્યું હતું કે ભારત હાલમાં રશિયાના એસ-400 સિસ્ટમની ડિલિવરી લઈ રહ્યું છે. ભારત રશિયા પાસેથી નવા ફ્રિગેટ શિપ ખરીદવાની પણ પ્રક્રિયામાં છે. આ બંને ભારતના લોકો માટે મહત્ત્વની સિસ્ટમ છે. પ્રતિબંધ નીતિ માટે અમેરિકાના વિદેશી વિભાગના સંકલન માટેની સ્થિતિ નક્કી કરવા માટેની જેમ્સ ઓબ્રાયન સુનાવણીમાં તેમણે આ તરફેણ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે ચીન સામેની આપણી સ્પર્ધામાં ભારત એક મહત્ત્વનો સાથી દેશ છે અને તેથી હું માનું છું કે આપણે એવા કોઇ પગલાં ન લેવા જોઇએ કે જેથી ભારત આપણા અને ક્વોડથી વિમુખ બને. તેથી હું સહિયારી વિદેશ નીતિના આપણા હિતમાં CAATSA પ્રતિબંધથીમાંથી મુક્તિ આપવાની જોરદાર હિમાયત કરું છું.

તેમણે જણાવ્યું હતું કે આપણો તમામ જાણીએ છીએ કે ભારત અગાઉના દાયકાઓથી રશિયા સાથે જુના સંબંધો ધરાવે છે અને તેઓ રશિયાની સિસ્ટમ સાથે જોડાયેલા છે. ભારતે ચીનની ઘૂસણખખોરી સામે તેની જમીની સરહદનું રક્ષણ કરવાનું છે તથા પીપલ્સ લિબરેશન આર્મીના વધતા જતા દુઃસાહસ સામે ભારતીય સમુદ્રાને બચાવવાનો છે.

સેનેટરે ઓબ્રાયને સવાલ કર્યો હતો કે તુર્કી સાથેના અમેરિકાના અનુભવથી ચીન સામે કેવી રીતે આગળ વધવું તેના કોઇ બોધપાઠ કે વોર્નિંગ મળી છે? હું માનું છું કે તે તદ્દન અલગ સ્થિતિ હતી.