અરુણાચલપ્રદેશમાં ભારત અને ચીન વચ્ચેની સરહદનો વિસ્તાર (istockphoto.com)

ભારત અને ચીનની મિલિટરી વચ્ચે 14માં રાઉન્ડની મંત્રણામાં કોઇ સફળતા મળી ન હતી અને બંને પક્ષો બાકીના મુદ્દાના પરસ્પરને સંમત હોય તેવા ઉકેલ માટે ગાઢ સંપર્ક અને મંત્રણા ચાલુ રાખવા સંમત થયા હતા, એમ સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું. ભારતના આર્મી ચીફ જનરલ એમ એમ નરવણેએ બુધવારે જણાવ્યું હતું કે 14માં રાઉન્ડની મંત્રણામાં પૂર્વ લડાખમાં પેટ્રોલિંગ પોઇન્ટ-15 (હોટ સ્પ્રિન્સ) પર સૈનિકોને પાછા બોલાવી લેવા સંબંધિત મુદ્દાના ઉકેલ માટે આશાવાદી છે. સંયુક્ત નિવેદનમાં જણાવ્યા અનુસાર વાસ્તવિક અંકુશ રેખા અને પશ્ચિમ સેક્ટર (લડાખ) પરના સંબંધિત મુદ્દાના ઉકેલ માટે બંને પક્ષોએ ખુલ્લા મને અને વિગતવાર ચર્ચા કરી હતી.