અમેરિકન કોંગ્રેસમેને ગુરુવારે હાઉસમાં તેમના સાથીઓને જણાવ્યું હતું કે, અમેરિકામાં ઇન્ડિયન અમેરિકન સમુદાયની કુલ એક ટકા વસતી છે, પરંતુ તેઓ લગભગ છ ટકા ટેક્સ ચૂકવે છે. આ વંશીય સમુદાય દ્વારા ક્યારેય કોઇ સમસ્યા ઊભી થઇ નથી અને તેઓ કાયદાનું પાલન કરે છે.

54 વર્ષના કોંગ્રેસમેન રીચ મેકકોર્મિકે યુએસ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝમાં પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, તેમના સમુદાયમાં પાંચ ડોક્ટર્સમાંથી એક ભારતમાંથી આવે છે. તેમણે ઇન્ડિયન અમેરિકન્સને મહાન દેશભક્ત, ઇમાનદાર નાગરિકો અને સારા મિત્રો દર્શાવ્યા હતા. જ્યોર્જિયામાં ઇન્ડિયન અમેરિકનની વસતી મોટી છે. આ નિમિત્તે હું પોતાના વિસ્તારના મતદારોની પ્રશંસા કરવા માટે અહીં છું, ખાસ તો એ લોકોની સરાહના કરું છું, જેઓ ભારતથી અહીં આવીને વસવાટ કરે છે. અમારી પાસે અંદાજે એક લાખ લોકોનો એક મોટો હિસ્સો છે, જે સીધો ભારતથી અહીં આવીને વસ્યો છે. વ્યવસાયે ડોક્ટર મેકકોર્મિકે જણાવ્યું હતું કે, તેઓ અમેરિકામાં આપણા કેટલાક સૌથી સારા નાગરિકોનું પ્રતિનિધિત્વ કરે છે.

LEAVE A REPLY

2 + 16 =