Muslim charities celebrated at Downing Street
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

જાણીતા ઇન્ડિયન-અમેરિકન બિઝનેસમેન રમેશ ભૂતડાએ તાજેતરમાં ફ્લોરિડાની હિન્દુ યુનિવર્સિટી ઓફ અમેરિકાને એક મિલિયન ડોલરનું દાન આપ્યું છે, આ અમેરિકાની એકમાત્ર સંસ્થા છે, જે હિન્દુ વિચારધારા આધારિત શિક્ષણ આપે છે. 1989માં સ્થપાયેલી અને 1993માં ફ્લોરિડા રાજ્ય સરકાર દ્વારા માન્યતા ધરાવતી હિન્દુ યુનિવર્સિટી ઓફ અમેરિકા (HUA)ને અત્યાર સુધીનું આ સૌથી મોટું દાન મળ્યું છે. હ્યુસ્ટનસ્થિત સ્ટાર પાઈપ પ્રોડક્ટ્સના સીઈઓ રમેશ ભૂતડાએ જણાવ્યું હતું કે, તેમણે આ દાન એટલા માટે આપ્યું છે કે યુવાનો જીવનમાં વહેલા હિન્દુ ધર્મને જાણી અને સમજી શકે, જેથી તેઓ સુખી અને રચનાત્મક જીવન જીવી શકે. HUA દ્વારા હ્યુસ્ટન ખાતે ગત મહિને યોજાયેલા એક સમારોહમાં રમેશ ભૂતડાનું સન્માન કરવામાં આવ્યું હતું.

જોકે, ભૂતડાએ સ્વીકાર્યું હતું કે, તેઓ પરંપરાગત હિન્દુ પરિવારમાં જન્મેલા અને ઉછરેલા હોવા છતાં અને અનેક અગ્રણી હિન્દુ સંગઠનોના સભ્ય હોવા છતાં, તેઓ “હિન્દુ ધર્મના ભાવાર્થને ખરેખર સમજી શક્યા નથી.”
યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, હિન્દુ ધર્મના સાચા ભાવાર્થને સમજવામાં તેમને 60 વર્ષ લાગ્યા છે, “જે આપણને આપણી અંદર, આપણા પરિવાર, મિત્રો, સાથીઓ અને સમગ્ર વિશ્વ સાથે સમભાવ રાખીને કેવી રીતે જીવવું તે શીખવે છે.”

“અન્ય યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને આજીવિકા મેળવવા માટે જ્ઞાન આપી શકે છે. જ્યારે માત્ર HUA જેવી સંસ્થા જ હિન્દુત્વ અંગેનું જ્ઞાન આપી શકે છે જે વિદ્યાર્થીને તેમનું જીવન કેવી રીતે જીવવું જોઇએ તે અંગે માર્ગદર્શન આપે છે.” HUAના પ્રેસિડેન્ટ કલ્યાણ વિશ્વનાથને હિન્દુ સમુદાયને વિનંતી કરી હતી કે “જેમ થંજાવુરના બૃહદીશ્વરા મંદિર એક હજાર વર્ષથી મજબૂત છે તેમ એક હજાર વર્ષ સુધી ચાલી શકે તેવી એક હિન્દુ યુનિવર્સિટીના નિર્માણ માટે એકજૂથ થવું જોઇએ અથવા તો નાલંદા યુનિવર્સિટીની જેમ, જે નાશ પામી તે અગાઉ વિશ્વ માટે 1700 વર્ષ સુધી જ્ઞાનની દીવાદાંડી હતી.”
યુનિવર્સિટીના ચેરમેન વેદ નંદાએ જણાવ્યું હતું કે, HUA માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે હિન્દુ ધર્મ સંબંધિત તમામ બાબતો માટે શૈક્ષણિક ક્ષેત્રમાં એક અધિકૃત માર્ગદર્શક બનવાનો પ્રયાસ કરશે.

LEAVE A REPLY

five × 4 =