Indian cricket team will play six series, IPL, World Cup this year
(ANI Photo)

ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે ઘરઆંગણે વન-ડે વર્લ્ડ કપ અને આઈપીએલ ઉપરાંત શ્રીલંકા, ન્યૂ ઝીલેન્ડ તથા ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે તથા સાઉથ આફ્રિકાની ધરતી ઉપર એમ કુલ છ સીરીઝ રમશે. ઓસ્ટ્રેલિયાની ટીમ આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં ત્રણ ટેસ્ટ મેચ તથા ત્રણ વન-ડેની એક સીરીઝ રમશે તેમજ બીજા પ્રવાસમાં બે ભાગમાં – એક વન-ડે વર્લ્ડ કપ પહેલા અને બીજા ભાગમાં વર્લ્ડ કપ પછી વન-ડે તથા ટી-20ની સીરીઝ રમશે, જ્યારે વર્ષના અંતિમ તબક્કામાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે, જ્યાં તે ડીસેમ્બર 2023 અને જાન્યુઆરી 2024માં બે ટેસ્ટ મેચ તથા ત્રણ વન-ડે અને ત્રણ ટી-20ની સીરીઝ રમશે. 

ટીમનો કાર્યક્રમ આ મુજબ છેઃ 

જાન્યુઆરીઃ શ્રીલંકાની ટીમ સામે ત્રણ ટી-20, ત્રણ વન-ડે 

પ્રથમ ટી20- 3 જાન્યુ. મુંબઈ

બીજી ટી20- 5 જાન્યુ. પૂણે

ત્રીજી ટી20- 7 જાન્યુ. રાજકોટ

પ્રથમ વનડે- 10 જાન્યુ. ગુવાહાટી

બીજી વનડે- 12 જાન્યુ. કોલકત્તા

ત્રીજી વનડે- 15 જાન્યુ. તિરૂવનંતપુરમ

જાન્યુઆરી-ફેબ્રુઆરી ન્યૂ ઝીલેન્ડનો ભારત પ્રવાસ  

પ્રથમ વનડે- 18 જાન્યુ. હૈદરાબાદ

બીજી વનડે- 21 જાન્યુ. રાયપુર

ત્રીજી વનડે- 24 જાન્યુ. ઈન્દોર

પ્રથમ ટી20- 27 જાન્યુ. રાંચી

બીજી ટી20- 29 જાન્યુ. લખનઉ

ત્રીજી ટી20- 1 ફેબ્રુ. અમદાવાદ

ફેબ્રુઆરી-માર્ચ ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ  

પ્રથમ ટેસ્ટ- 9થી 13 ફેબ્રુ. નાગપુર

બીજી ટેસ્ટ- 17થી 21 ફેબ્રુ. દિલ્હી

ત્રીજી ટેસ્ટ- 1થી 5 માર્ચ – ધર્મશાલા

ચોથી ટેસ્ટ- 9થી 13 માર્ચ – અમદાવાદ

પ્રથમ વનડે- 17 માર્ચ – મુંબઈ

બીજી વનડે- 19 માર્ચ – વિશાખાપટ્ટનમ

ત્રીજી વનડે- 22 માર્ચ – ચેન્નઈ

સંભવત્ એપ્રિલ-મે  – આઈપીએલ 2023  

સપ્ટેમ્બર – એશિયા કપ 

વિગતવાર કાર્યક્રમ બાકી

સપ્ટેમ્બર – ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ  

3 વનડે – વિગતવાર કાર્યક્રમ બાકી

10 ઓક્ટો. – 26 નવે. – વન-ડે વર્લ્ડ કપ 

48 મેચ રમાશે – વિગતવાર કાર્યક્રમ બાકી

નવે. – ડીસે, – ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ  

5 ટી-20 મેચ – વિગતવાર કાર્યક્રમ બાકી

ડીસે. – જાન્યુ. 2024 – ભારતનો સા, આફ્રિકા પ્રવાસ 

ટેસ્ટ, 3 વનડે અને ટી20 મેચ – વિગતવાર કાર્યક્રમ બાકી

LEAVE A REPLY

10 + 17 =