@BCCI

અમદાવાદમાં ભારતીય ક્રિકેટ ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ ટેસ્ટ મેચ માટે તૈયારી કરી રહી છે, ત્યારે તેઓએ હોળીના તહેવારની ઉજવણી કરવા માટે તેમના ટ્રેનિંગ સેશનમાંથી વિરામ લીધો હતો. શુભમન ગિલે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે જેમાં ટીમ ઉત્સાહમાંમાં દેખાય છે તથા ટીમ બસની અંદર એકબીજા પર ગુલાલ ફેંકતા જોઈ શકાય છે. વિડિયોમાં વિરાટ કોહલી પગ હલાવી રહ્યો છે અને રોહિત શર્મા તેના પર ગુલાલ ફેંકી રહ્યો છે.

બીસીસીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ભારતના ખેલાડીઓનો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ખેલાડીઓ રંગો સાથે રમતા હતા.

બીસીસીઆઈ વિડિયોમાંમાં દેખાય છે કે હોળીની ઉજવણીમાં રોહિત શર્મા આગેવાની લે છે. તે તેના સાથી સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યોને રંગો લગાવે છે. ટીમ બસ તરફ જાય છે, ત્યારે રોહિત વિરાટ કોહલીને જોયો અને અન્ય ખેલાડીઓને તેના પર રંગ લગાવવા વિનંતી કરતા કહે છે કે “વિરાટ કો લગા, લગા, લગા

ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાએ બસમાં હોળી રમી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં વિરાટ કોહલી, શુભમન ગિલ અને રોહિત શર્મા હોળીનો આનંદ લેતા દેખાય છે.

વિડીયોમાં વિરાટ કોહલી બેબી કામ ડાઉન કહેતો અને નાચતો જોવા મળી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં હોળીનું જાણીતું ગીત ‘રંગ બરસે ભીગે ચુનર વાલી’ વાગી રહ્યું છે. પાછળથી કેપ્ટન રોહિત શર્મા ગુલાલ ઉડાડતો જોવા મળી રહ્યો છે. સૂર્યકુમાર યાદવએ પણ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઉજવણીની તસવીરો શેર કરી છે.

LEAVE A REPLY

thirteen + 17 =