પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
ન્યૂયોર્કના ઓલ્બાનીમાં એક વોટરફોલમાં ટ્રાઈન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત થયું હતું. સાંઈ સૂર્ય અવિનાશ ગડ્ડેનું અવસાન 7 જુલાઈએ ન્યૂયોર્કથી લગભગ 240 કિમી ઉત્તરે આવેલા ઓલબનીના બાર્બરવિલે વોટરફોલમાં ડુબી જવાથી થયું હતું.
ન્યૂયોર્ક ખાતેના ઇન્ડિયન કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે અમે ટ્રાઇન યુનિવર્સિટીના વિદ્યાર્થી  સાઇ સૂર્ય અવિનાશ ગડ્ડેના દુ:ખદ અવસાનથી ખૂબ જ દુઃખી છીએ, જેઓ 7મી જુલાઇએ બાર્બરવિલે ફોલ્સ, અલ્બાની, એનવાય ખાતે ડૂબી ગયા હતા. ઇન્ડિયન મિશન પરિવારને તમામ જરૂરી સહાય આપી રહ્યું છે.
ગડ્ડેની લિંક્ડઇન પ્રોફાઇલમાં જણાવ્યા અનુસાર તેને 2023-24 સત્રમાં યુએસ સ્ટેટ ઓફ ઇન્ડિયાનામાં ટ્રાઇન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. અહેવાલોમાં જણાવાયું હતિ કે ગડ્ડે મૂળ ભારતના તેલંગાણાના વતની છે અને તેઓ 4 જુલાઈના વીકએન્ડમાં વોટરફોલ ગયા હતાં.

LEAVE A REPLY