આ વર્ષે ટોકિયોમાં યોજાનારી ઓલમ્પિક માટે મૂળ તમિલાનાડુની વિદ્યાર્થિની ભવાનીદેવી તલવારબાજીમાં ક્વોલીફાઈ કરનાર પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. તે અત્યારે ભૂવનેશ્વરની KIIT ડીમ્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. ભવાનીદેવી 25 માર્ચના રોજ ઈટલીથી સીધી જ ભૂવનેશ્વર આવી હતી. જ્યાં તેમની સાથે તેમના માતા અને કોચનું જોરદાર પણ સ્વાગત કરાયું. KIIT ડીમ્ડ યુનિવર્સિટીના પરિસરમાં ભવાની માટે એક સત્કાર સમારોહ યોજાયો. જ્યાં પ્રતિષ્ઠિત હસ્તીઓ જેવા કે KIIT અને KISSના સંસ્થાપક ડૉ.અચ્યુત સામંત, ઈન્ડિયન ફેન્સિંગ એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્રી બશીર એ. ખાન, ઓડિશા ફેન્સિંગ એસોસિએશનના સેક્રેટરી શ્રી દેવેન્દ્ર સાહુ, યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાંસલર પ્રો. સસ્મિતા સામંતની ઉપસ્થિતિમાં ભવાનીને સમ્માનિત કરાઈ હતી.
ભવાનીદેવીને અભિનંદન પાઠવતાં ડૉ. અચ્યુત સામંતે કહ્યું કે “શિક્ષણ ઉપરાંત KIIT અને KISS સંસ્થાએ રમત અને રમતવીરોને આગળ વધારવા પર ભાર મૂકયો છે. વાસ્તવમાં KIIT અને KISSને એ વાતનું ગૌરવ છે કે તેમના પરિસરમાં રમત માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે.” 5 હજારથી વધુ ખેલાડીઓને પહેલાં જ KIIT અને KISSમાં તૈયાર કરાઈ ચૂક્યા છે. ડૉ.સામંતે આશા વ્યક્ત કરી કે દુતી અને ભવાની નિશ્ચિત રીતે આગામી ઓલમ્પિકમાં મેડલ્સ જીતશે.