ભારતીય રીઝર્વ બેંકના ડેટા અનુસાર, દેશનું ફોરેક્સ રીઝર્વ 4.698 બિલિયન ડોલર વધીને 702.966 બિલિયન ડોલર પર પહોંચ્યું હતું. ગત સપ્તાહમાં, કુલ રીઝર્વ 4.038 બિલિયન ડોલર વધીને 698.268 બિલિયન ડોલર હતું. એકંદર રીઝર્વ 3.51 બિલિયન ડોલર વધીને 694.23 બિલિયન ડોલર થયું હતું. 5 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં અનામતમાં મુખ્ય ઘટક, વિદેશી ચલણ સંપત્તિ 2.537 બિલિયન ડોલર વધીને 587.014 બિલિયન ડોલર થઈ હતી. ડોલરના સંદર્ભમાં, વિદેશી ચલણ સંપત્તિમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રહેલા યુરો, પાઉન્ડ અને યેન,ના મૂલ્યોમાં વધારો અથવા અવમૂલ્યનની અસરનો સમાવેશ થાય છે. સપ્તાહ દરમિયાન સોનાનો ભંડાર 2.12 બિલિયન ડોલર વધીને 92.419 બિલિયન ડોલર થયો છે.

LEAVE A REPLY