ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ રવિવારે હેંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં પુરુષોની બેડમિન્ટનની ફાઇનલમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. (ANI Photo)

ચીનના ગુઆંગઝાઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં સોમવારે 9મા દિવસે ભારતે 7 મેડલ પ્રાપ્ત કરી શાનદાર દેખાવ જારી રાખ્યો હતો. ભારતની પુરૂષોની હોકી ટીમ બાંગ્લાદેશને 12-0થી હરાવી સેમિફાઈનલમાં પહોંચી હતી, તો એ અગાઉ શનિવારે 7મા દિવસે ટીમે પાકિસ્તાનને 10-2થી સજ્જડ પરાજય આપ્યો હતો. આ ઉપરાંત સ્કોવશમાં પણ ભારતે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સોમવાર (2 ઓક્ટોબર) ની સ્થિતિ મુજબ ભારત 13 ગોલ્ડ, 24 સિલ્વર અને 23 બ્રોંઝ, એમ કુલ 60 મેડલ સાથે ચોથા ક્રમે રહ્યું હતું. 

આ અગાઉ, રવિવારે ભારતીય એથ્લેટ્સ અને એક જ દિવસમાં કુલ 15 મેડલ હાંસલ કરતાં તે ભારતનો એશિયાડનો શ્રેષ્ઠ દિવસ રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ બેડમિંટનમાં પણ મેડલ હાંસલ કર્યો હતો. તો ટેબલ ટેનિસમાં મહિલા ટીમે બ્રોંઝ મેડલ હાંસલ કર્યો હતો.  

બાંગ્લાદેશ સામેની સોમવારની હોકી મેચમાં ભારત તરફથી હરમનપ્રીત સિંહ અને મનપ્રીત સિંહે 3-3 ગોલ કર્યા હતા, તો અભિષેકે બે અને અમિત રોહિદાસલલિત ઉપાધ્યાયનીલકાંત શર્મા અને ગુરજંત સિંહે 1-1 ગોલ કર્યા હતા.

શનિવારે પાકિસ્તાન સામેની ગ્રુપ સ્ટેજની હોકી મેચમાં ભારતે તેના પરંપરાગત હરીફ સામે સૌથી મોટા વિજયનો રેકોર્ડ કર્યો હતો. પાકિસ્તાન સામે ભારતે પહેલીવાર 10 ગોલ કર્યા હતા, જેમાં હરમનપ્રીતના ચાર ગોલ મુખ્ય હતા, તો એ સિવાય બીજા છ ખેલાડીઓએ એક-એક ગોલ કર્યા હતા. 

LEAVE A REPLY

4 × 3 =