Photography/Penn Medicine/Handout via REUTERS

કોવિડ-19 વેક્સિન બનાવવામા મહત્ત્વનું યોગદાન આપવા બદલ કેટાલિન કેરિકો અને ડ્રુ વાઇસમેનને મેડિસનના નોબેલ પુરસ્કરથી સન્માનિત કરવાની સોમવારે જાહેરાત થઈ હતી. આ બંને વૈજ્ઞાનિકોએ મેસેન્જર આરએનએ (એમઆરએનએ) ટેક્નોલોજી પર કામગીરી કરી હતી અને તેનાથી કોરોના વેક્સિન ઝડપથી વિકસિત કરાઈ શકી હતી.

નોબેલ જ્યૂરીએ જણાવ્યું હતું કે આ  વૈજ્ઞાનિકોએ આધુનિક સમયમાં માનવ આરોગ્ય સામેના સૌથી મોટા જોખમ દરમિયાન રસીના વિકાસના અભૂતપૂર્વ ઝડપ સાથે યોગદાન આપ્યું હતું. આ વર્ષે આ જોડીનું સન્માન કરવા સ્ટોકહોમ સ્થિત નોબેલ સમિતિએ દાયકાઓ જૂના સંશોધનને સન્માનિત કરવાની તેની સામાન્ય પ્રથાને તોડી હતી.

વિશ્વભરમાં વર્ષ 2019-2020થી ફેલાયેલા કોવિડ વાયરસે (Covid-19) વિવિધ દેશોના લોકોને કપરી સ્થિતિમાં મૂકી દીધા હતા. આ વાયરસથી સમગ્ર વિશ્વ થંભી ગયું હતું. બંને વૈજ્ઞાનિકોએ વૈક્સિન દ્વારા વિશ્વભરના વૈજ્ઞાનિકોને વિચારસરણી બદલી નાખી… શરીરમાં થતા ઈમ્યૂન સિસ્ટમની અસર એટલે કે એક્શન અને રિએક્શન બંનેને વૈજ્ઞાનિકો સમજી શક્યા હતા.

કેટેલિન કૈરિકોનો જન્મ 1955માં હંગેરીની જોલનોકમાં થયો હતો. ડ્રુ વેઇસમેનનો જન્મ 1959માં મૈસાચ્યૂસેટ્સમાં થયો હતો. તેમણે 1987માં બોસ્ટન યુનિવર્સિટીમાંથી પીએચડી અને એમડીની ડિગ્રી હાંસલ કરી હતી. તેમણે પેન્સિલવેનિયા યુનિવર્સિટીના પેરેલમૈન સ્કૂલ ઓફ મેડિસિનમાં રિસર્ચ શરૂ કર્યું હતું… હાલ તેઓ પેન ઈન્સ્ટીટ્યૂટ ઓફ આરએનએ ઈનોવેશન્સના ડાયરેક્ટર છે.

LEAVE A REPLY

16 + 4 =