India's winning century against Australia
(ANI Photo)

દિલ્હી ટેસ્ટ મેચમાં વિજય સાથે ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે ઈન્ટરનેશનલ મેચીઝમાં વિજયની સદી પુરી કરી હતી. ઓસ્ટ્રેલિયા સામે 273 ઈન્ટરનેશનલ મેચમાં ભારતે આ સિદ્ધિ હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયા સામે જો કે ભારતનો 133 મેચમાં પરાજય પણ થયો છે, જ્યારે એક ટેસ્ટ મેચ ટાઈ, 28 ટેસ્ટ મેચ ડ્રો તથા 11 મેચ અનિર્ણિત રહી છે. 

વિશ્વ ક્રિકેટમાં ભારતે કુલ ચાર હરીફ ટીમો સામે 100 કે તેથી વધુ વિજય નોંધાવ્યા છે. અન્ય ત્રણ ટીમોમાં શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ તથા ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે. શ્રીલંકા સામે ભારતનો સૌથી વધુ, 137 વિજયનો રેકોર્ડ છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે 109 મેચમાં તથા ઈંગ્લેન્ડ સામે 100 મેચમાં વિજય નોંધાવ્યો છે.  

LEAVE A REPLY

1 × one =