ટાઈમ્સ હાયર એજ્યુકેશન ઈમ્પેક્ટ રેન્કિંગ 2022માં ‘અસમાનતાઓ ઘટાડવા’ ના સતત વિકાસ લક્ષ્યમાં વૈશ્વિક યુનિવર્સિટીઓમાં ભુવનેશ્વરની ડિમ્ડ ટુ બી યુનિવિર્સિટી કેઆઇઆઇટીને તાજેતરમાં આઠમું સ્થાન મળ્યું છે.
વર્લ્ડ યુનિવર્સિટી રેંકિંગ ઉપરાંત ટાઈમ્સ હાયર એજ્યુકેશન દર વર્ષે વિવિધ માપદંડોના આધારે સંસ્થાઓ માટેના રેંકિંગ જાહેર કરે છે. તેમાં અસરકારક રેંકિંગ સૌથી મહત્ત્વપૂર્ણ છે, જે અંતર્ગત UN સતત વિકાસ લક્ષ્યમાં તેમના યોગદાન પર વિશ્વભરની હજારો યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન કરે છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન ઈમ્પેક્ટ રેંકિંગ ચાર વ્યાપક ક્ષેત્રો-સંશોધન, વ્યવસ્થા, આઉટરીચ અને શિક્ષણમાં સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતાનું આકલન કરે છે.
આ વર્ષની રેંકિંગમાં કેઆઇઆઇટને એક મહત્વપૂર્ણ માપદંડ ‘અસમાનતાઓને ઘટાડવા’માં તેની અસરકારકતા માટે વિશ્વભરમાં આઠમું સર્વશ્રેષ્ઠ સ્થાન અપાયું છે. આ રેંકિંગ મેળવવા માટે ભારત સહિત 106 દેશની 1500થી વધુ યુનિવર્સિટીઓ પણ યાદીમાં હતી. કેઆઇઆઇટી ભારતની ટોચની આઠ યુનિવર્સિટીઓમાંથી એક છે. આ અંગે યુનિવર્સિટીના સંસ્થાપક ડો.અચ્યુતા સામંતે કહ્યું કે, ‘અસમાનતાઓને ઘટાડવાના માપદંડમાં વિશ્વમાં સૌથી પ્રભાવશાળી યુનિવર્સિટીઓમાં કેઆઇઆઇટીની સ્થિતિ આ ક્ષેત્રમાં ઘણા વર્ષોથી કરેલા મહત્વપૂર્ણ કાર્યોને દર્શાવે છે.’ કેઆઇઆઇટી, જેને પોતાના એક સમૂદાય આધારિત યુનિવર્સિટી હોવાનો ગર્વ છે. યુનિવર્સિટી શિક્ષણ, મહિલા સશક્તિકરણ, ગ્રામીણ વિકાસ, આદિવાસી ઉત્થાન, કલા, સંસ્કૃતિ અને સાહિત્ય વગેરેના માધ્યમથી ગરીબી ઘટાડવા જેવી સામાજિક પ્રાથમિકતાઓમાં વ્યાપક યોગદાન આપી રહી છે.