ગ્રોસરી અને મુસાફરીના ભાવોમાં વધારો થતાં યુકેનો ફુગાવાનો અંદાજ ઘેરો બની રહ્યો છે અને ગ્રાહકો અને પોલીસી મેકર્સ પર દબાણ વધી રહ્યું છે. જુલાઈ 2025માં, કન્ઝ્યુમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) જૂનમાં 3.6%થી વધીને 3.8% પર પહોંચી ગયો હતો અને આર્થિક આગાહીઓને પાછળ છોડી ગયો હતો. આ દર જાન્યુઆરી 2024 પછીનો ઉચ્ચતમ સ્તર દર્શાવે છે.

ચાન્સેલર રેચલ રીવ્સ કહે છે કે “જીવનનિર્વાહના ખર્ચને ઘટાડવા માટે ઘણું બધું કરવાનું બાકી છે.” જ્યારે શેડો ચાન્સેલરે કહ્યું છે કે તે “પરિવારો માટે ખૂબ જ ચિંતાજનક” છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે આપણને આ વર્ષે વ્યાજ દરમાં બીજો ઘટાડો જોવા મળશે નહિં.

આ ઉછાળો મુખ્યત્વે હવાઈ ભાડામાં 30.2% ના આશ્ચર્યજનક વધારાને કારણે થયો હતો, જે 2001 માં માસિક ડેટા સંગ્રહ શરૂ થયા પછીનો સૌથી મોટો વધારો છે. દરમિયાન, ખાદ્ય ફુગાવો વધીને 4.2% થયો, જે 18 મહિનામાં સૌથી વધુ છે, જે ઇંડા, માખણ, ચોકલેટ અને ફ્રેશ પ્રોડ્યુસ રફર જેવા મુખ્ય ઉત્પાદનોના ખર્ચમાં વધારો થવાને કારણે છે.

જુલાઈમાં ખાદ્ય ફુગાવો 4.9% પર પહોંચ્યો હતો, જેણે તીવ્ર ઉપર તરફ વલણ ચાલુ રાખ્યું હતું. તાજેતરમાં બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરીને 4% કરવામાં આવ્યો હોવા છતાં, આ વધતા ભાવોએ વધુ ઘટાડાની શક્યતા પર શંકા વ્યક્ત કરી છે. બેન્ક સપ્ટેમ્બરમાં ફુગાવાનો દર 4 ટકાની નજીક પહોંચવાનો અંદાજ ધરાવે છે અને પછી ધીમે ધીમે ઘટાડો થશે, જોકે ભાવ દબાણ વચ્ચે જોખમો યથાવત છે.

નોંધનીય છે કે, લોકોમાં ટૂંકા ગાળાની ફુગાવાની અપેક્ષાઓ 4% પર સ્થિર છે, જ્યારે લાંબા ગાળાની અપેક્ષાઓ થોડી ઘટીને 3.9% થઈ છે, જે જીવનનિર્વાહના ખર્ચમાં ઘટાડા વચ્ચે સાવચેતીભર્યો આશાવાદ સૂચવે છે.

LEAVE A REPLY