India domestic airfare
 પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરની ચિંતા વચ્ચે ઇન્ટરનેશનલ શિડ્યુલ્ડ ફ્લાઇટ પરના પ્રતિબંધને 30 એપ્રિલ 2021 સુધી લંબાવવામાં આવ્યો હતો. મંગળવારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ એક આદેશ જારી કરીને શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર સર્વિસ પરના પ્રતિબંધને 30 એપ્રિલ 2021ના બપોરના 11.59 વાગ્યા (ભારતીય સમય) સુધી લંબાવ્યો હતો.

જોકે આ પ્રતિબંધ ઇન્ટરનેશનલ ઓલ-કાર્ગો અને વિશેષ મંજૂરી ધરાવતી ફ્લાઇટને લાગુ પડશે નહીં. રેગ્યુલેટરે જણાવ્યું હતું કે કેટલાંક રૂટ માટે સંબંધિત સત્તાવાળા ઇન્ટરનેશનલ ફ્લાઇટની કિસ્સાવાર ધોરણે મંજૂરી આપી શકે છે.

વંદે ભારત મિશન અને ટ્રાવેલ બબલ સમજૂતી હેઠળની શિડ્યુલ્ડ ફ્લાઇટને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. ભારતે અમેરિકા, જર્મની અને ફ્રાન્સ સહિત 17 દેશો સાથે ટ્રાવેલ બબલ સમજૂતી કરેલી છે. કોરોના મહામારીને પગલે ભારતે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર 23 માર્ચ 2020ના રોજ પ્રતિબંધ મૂક્યો હતો.