Corona epidemic

બ્રિટન, યુરોપ, મધ્યપૂર્વ, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલના આંતરરાષ્ટ્રીય મુસાફરોએ કોરોનાની વેક્સીન લીધી હશે તો તેમને મુંબઈમાં આગમન સમયે એક સપ્તાહના ફરજિયાત ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટાઇલમાં રહેવું પડશે નહીં.
રવિવારે નવી એડવાઇઝરીમાં મુંબઈ મ્યુનિસિપાલિટીએ જણાવ્યું હતું કે 65 વર્ષથી મોટી ઉંમર મુસાફર, પ્રેગનન્ટ મહિલા, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો ધરાવતા માતાપિતાને પણ ફરજિયાત ક્વોરેન્ટાઇલમાંથી મુક્તિ આપવામાં આવે છે. અગાઉ વિમાનમાં બેસતા પહેલા નેગેટિવ કોરોના રિપોર્ટ હોય તો પણ આ દેશોના મુસાફરોએ મુંબઈમાં સરકારે નક્કી કરેલી ફેસિલિટીમાં ફરજિયાત સાત દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડતું હતું. ગંભીર બિમારી સાથેના અને તાકીદની મેડિકલ સારવારની જરૂર હોય તેવા મુસાફરોએ પણ ક્વોરેન્ટાઇલ રહેવું પડશે નહીં. કેન્સર જેવી ગંભીર બિમારી, શારીરિક ખોડખાંપણ, માનસિક બિમારી, સેરેબ્રેલ પાલ્સીથી પીડાતા લોકોને પણ ફરજિયાત ક્વોરેન્ટાઇલમાં રાહત આપવામાં આવી છે. જોકે તે માટે જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઇએ.
લાઇફ સેવિંગ સર્જરી કરવા કરવા કે ગંભીર દર્દીની સારવાર કરવા મુસાફરી કરતાં મેડિકલ પ્રોફેશનલ્સને પણ ક્વોરન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે તે માટે સંબંધિત હોસ્પિટલનું પ્રૂફ જરૂરી રહેશે.