NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI3_21_2021_001010001)

ભારતમાં રવિવારે કોરોના વાઇરસના નવા 43,846 કેસ નોંધાયા હતા, જે આ વર્ષે અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1,15,99,130 થઈ હતી. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સતત 11માં દિવસે વધીને 3,09,087 થઈ હતી, જે કુલ કેસના આશરે 2.66 ટકા છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે આઠ વાગ્યે જણાવ્યું હતું.

કોરોના નવા દૈનિક કેસમાં વધારો 115 દિવસમાં સૌથી વધુ હતો. દેશમાં 197 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,59,755 થયો હતો. દેશમાં દૈનિક મૃત્યુની સંખ્યા પણ 97 દિવસમાં સૌથી ઊંચી રહી હતી. કોરોનાનો રિકવરી રેટ ઘટીને 95.96 ટકા થયો હતો.

દેશમાં કોરોનાથી અત્યાર સુધી 1,11,30,288 લોકો રિકવર થયા હતા, જ્યારે મૃત્યુદર વધીને 1.38 ટકા થયો હતો.
મહારાષ્ટ્રમાં 27,126 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. કોરોનાની શરૂઆત પછીનો આ સૌથી મોટો આંકડો છે. છેલ્લા 24 કલાકમાં 13,588 દર્દીઓ સ્વસ્થ થયા અને 92 લોકો મૃત્યું પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 24.49 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 22.03 લાખ દર્દીઓ સાજા થયા છે. હાલમાં, 1.91 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

પંજાબમાં કોરોનાના 2,587 કેસ નોંધાયા હતા અને 1,011 દર્દીઓ સાજા થયા હતા અને 38 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.10 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 1.87 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 6,280 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 16,988 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

કેરળમાં 2,078 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા અને 2,211 દર્દીઓ સાજા થયા અને 15 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 11.02 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 10.72 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે સંક્રમિત 4,483 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 25,008 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

કર્ણાટકમાં 1,798 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 1,030 દર્દીઓ સાજા થયા હતા અને 7 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.68 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 9.43 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 12,432 સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં, 12,828 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.