લોર્ડ હિન્દુ શિવા મંદિર, હોલેન્ડના સંસ્થાપક શ્રી અવિ શર્મા દ્વારા તાજેતરમાં શ્રી રામ કથાનું આયોજન કરાયું હતું. જેમાં ૨૭ જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ સિદ્ધશ્રમ શક્તિ સેન્ટર યુકેના સંસ્થાપક શ્રી રાજરાજેશ્વર ગુરુજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ કથામાં ઉત્તર પ્રદેશના દેવી ગૌરંગી ગૌરીએ પોતાના મધુર કંઠે શ્રી રામ કથા દ્વારા ભક્તિનો મહિમા સમજાવ્યો હતો. આ કથા દરમ્યાન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ યુરોપ દ્વારા લોર્ડ હિન્દુ શિવા મંદિર અને ગૌરાંગી જીને શ્રી રાજરાજેશ્વર ગુરુજી દ્વારા એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ યાત્રા દરમ્યાન હોલેન્ડની પોલીસ દ્વારા પૂજ્ય ગુરજીનું સ્વાગત કરવામાં આવ્યું  હતું.

LEAVE A REPLY

19 − 12 =