પ્રતીકાત્મક તસવીર

ભારતના 145 કરતાં વધુ શહેરો અને મહાનગરોમાંથી હવે રોકાણકારો દેશની બહાર, વિશ્વ સ્તરે મૂડીરોકાણો કરી રહ્યા છે અને કુલરોકાણોમાંથી 47 ટકા હિસ્સો બીજા અને ત્રીજા વર્ગના શહેરોમાંથી થઈ રહ્યા હોવાનું છેક 15 ડિસેમ્બરના રોજ પ્રસિદ્ધ કરાયેલા એક અહેવાલમાં દર્શાવાયું છે.
વેસ્ટેડ ફાયનાન્સના એક અહેવાલ અનુસાર ભારતીય રોકાણકારો હવે પોતાના મૂડીરોકાણોનો વ્યાપ વધુ વિસ્તૃત બનાવી ફક્ત શેરબજારોમાં રોકાણના બદલે અમેરિકાની ઈક્વિટીઝ, ઈન્ડેક્સ અને થીમેટિક એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્ઝ, પ્રાઈવેટ માર્કેટ ઓપરચ્યુનિટિઝ તેમજ ગિફટ સીટીમાં ડોમિસાઈલ થયેલા સહિતના ગ્લોબલ ફંડ્ઝમાં પણ રોકાણો કરી રહ્યા છે.
વેસ્ટેડ ફાયનાન્સના સ્થાપક અને સીઈઓના જણાવ્યા મુજબ “ભારતીય માટે હવે ગ્લોબલ ઈન્વેસ્ટિંગ જિજ્ઞાસાથી આગળ વધીને મક્કમ વિશ્વાસ બની રહ્યું છે. અમારી સમક્ષની માહિતી એવું દર્શાવે છે કે, વધુ ને વધુ લોકો મૂડીરોકાણો તો કરી જ રહ્યા છે, સાથે સાથે તેમના દ્રઢ ઈરાદા પણ વધી રહ્યા છે તેમજ રોકાણકારો એસેટ એલોકેશન, ડાયવર્સિફિકેશન તેમજ લાંબા ગાળાના ગ્લોબલ એક્સપોઝર વિષે પણ વિચારી રહ્યા છે.”
આ અહેવાલ મુજબ ભારત બહાર વસતા ભારતીયો – ગ્લોબલ ઈન્ડિયન્સમાં હવે ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને ફક્ત વિદેશી માર્કેટ્સમાં જ નહીં પણ ભારતમાં પણ રોકાણો તરફ વળી રહ્યા છે. આ રીતે ભારતમાંથી બહાર અને વિદેશોમાંથી ભારતમાં, એમ બેતરફી મૂડીરોકાણોના પ્રવાહ વધી રહ્યો છે. 48 ટકા ગ્લોબલ ઈન્વેસ્ટર્સ 35 વર્ષથી ઓછી વયના છે અને 38 ટકા રોકાણકારો $500 થી ઓછી રકમ સાથે રોકાણોની શરૂઆત કરે છે. 68 ટકા લોકો શેરમાં, 24 ટકા ઈટીએફમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. લગભગ 61 ટકા જેટલા લોકો શેર અને ઈટીએફ, બન્નેમાં રોકાણો કરતા હોય છે.

LEAVE A REPLY