IPL 2023 will be more attractive with new rules
(ANI Photo)

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નો શુક્રવાર, 31 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ સજ્જ બની છે. આ સીઝન માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ‘ઈમ્પેક્ટ પ્લેયર’ જેવી કેટલીક નવી સુવિધાઓ ઉમેરવાનું નક્કી કર્યું છે અને કેટલાંક નિયમોમાં ફેરફાર કર્યા છે.
નવા નિયમ મુજબ લીગની 16મી આવૃત્તિમાં હવે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત ટોસ પછી થશે. અગાઉ બંને ટીમના કેપ્ટન ટોસ પહેલા મેચ રેફરીને પોતાની ટીમના ખેલાડીઓના નામ આપતા હતા. હવે ટોસ પછી આખરી 11 ખેલાડીઓના નામની જાહેરાત થશે. ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમમાં હવે ટીમોને રમતના કોઈપણ સમયે પ્લેઈંગ ઈલેવનમાં ખેલાડીને બદલવાની મંજૂરી આપવામાં આવશે. આ અવેજી ખેલાડી બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કરી શકશે, પરંતુ કપ્તાની કરી શકશે નહીં.

નવા નિયમ મુજબ વાઇડ અને નો બોલ્સ માટે પણ ડીઆરએસ લઈ શકાશે. હવેથી ખેલાડીઓ મેદાન પરના એમ્પાયરે આપેલા વાઇડ બોલ અને નો બોલ અંગે પણ રિવ્યૂ માગી શકશે. તે આવકાર્ય હિલચાલ છે, કારણ કે ભૂતકાળની સિઝનમાં આ મુદ્દે ઘણીવાર વિવાદ ઊભો થયેલો છે.

વિકેટકીપર માટે પણ એક નવો નિયમ આવ્યો છે. સ્ટમ્પ પાછળ ‘અયોગ્ય હિલચાલ’ કરવા બદલ વિકેટ-કીપરને હવે દંડ થઈ શકે છે. જો બેટર બોલને ફટકારે તે પહેલા વિકેટકીપર અયોગ્ય હલનચલન કરશે તો તેને ‘અયોગ્ય હિલચાલ’ ગણવામાં આવશે.

ધીમા ઓવર-રેટ માટે પેનલ્ટી: ટીમો દ્વારા ધીમો ઓવર-રેટ હવે દંડની ખાતરી આપશે. 20 ઓવરનો ક્વોટા ટીમ દ્વારા 90 મિનિટમાં પૂરો કરવાનો હોય છે. જો તેમ ન થાય, તો સમય મર્યાદાની બહાર ફેંકવામાં આવેલી દરેક ઓવર પર 30-યાર્ડના વર્તુળમાં વધારાના ખેલાડીને મૂકવાની જરૂર પડશે.

LEAVE A REPLY

four × 5 =