Office of Emergency Management/Handout via REUTERS

ફિલાડેલ્ફિયામાં અમેરિકાના સૌથી વ્યસ્ત હાઈવે ગણાતા ઈન્ટરસ્ટેટ 95 (I-95) પરનો એક ઓવરપાસ રવિવારે વહેલી સવારે ધરાશાયી થતાં વાહનવ્યવહાર ઠપ થયો હતો. બ્રિજની નીચેથી પસાર થઈ રહેલા એક ટેન્કરમાં વિસ્ફોટ સાથે આગ ભભૂકી ઉઠાવતા તે તૂટી પડ્યો હતો. પેન્સિલવેનિયાના ગવર્નરે આ મહત્ત્વના હાઇવેને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં ઘણા મહિનાઓ લાગી જવાની આશંકા વ્યક્ત કરી હતી. 

અધિકારીઓએ વૈકલ્પિક રૂટ પૂરો પાડવા માટે દોડાદોડી કરવી પડી હતી. ગવર્નર જોશ શાપિરોએ પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે આશ્ચર્યજનક રીતે આ આગથી હાઇવે પર પસાર થઈ રહેલા મુસાફરોને કોઇ ઈજા થઈ નથી. ઉત્તરપૂર્વીય ફિલાડેલ્ફિયામાં હાઇવેના આ સેક્શન પરથી દરરોજ આશરે 160,000 વાહનો પસાર થાય છે. આ બ્રિજ તૂટી પડવાથી સમર હોલિડે સિઝનમાં મોટો ટ્રાફિક અવરોધ ઊભો થવાની શક્યતા છે. ઇન્ટરસ્ટેટ 95 (I-95) અમેરિકાના પૂર્વ દરિયાકાંઠાના મૈનેથી લઇને દક્ષિણ દરિયાકાંઠના ફ્લોરિડા સુધીના મુખ્ય શહેરોને જોડે છે.  

વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ જો બાઇડનને પરિસ્થિતિ વિશે માહિતી અપાઇ હતી અને પ્રેસિડન્ટે સહાય ઓફર કરવા માટે સ્થાનિક અધિકારીઓના સંપર્ક કર્યો હતો.  

LEAVE A REPLY

5 × five =