(ANI Photo)

ઈંગ્લેન્ડના સૌથી અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ભારત સામે રમાઈ ગયેલી પાંચમી ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવની વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. કુલદીપ યાદવ તેની ટેસ્ટ કેરીઅરનો 700મો શિકાર હતો. એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનારો સૌપ્રથમ ફાસ્ટ બોલર છે.

એન્ડરસન પહેલા 700 વિકેટ લેનારા બે અન્ય સ્પિનર્સ રહ્યા છે મુથૈયા મુરલીધરન અને શેન વોર્ન. એન્ડરસને આ સિદ્ધિ 187મી ટેસ્ટ મેચની 348મી ઇનિંગમાં લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ફાસ્ટ બોલર તરીકે સૌથી વધુ બોલ નાખવાનો વર્લ્ડ રેકોર્ડ પણ એન્ડરસનના નામે છે. 21 વર્ષ લાંબી ટેસ્ટ કેરીઅરમાં તે લગભગ 40 હજાર બોલ નાખી ચૂક્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

મુથૈયા મુરલીધરન – 800 વિકેટ

શેન વોર્ન – 708 વિકેટ

જેમ્સ એન્ડરસન – 700 વિકેટ

અનિલ કુંબલે – 619 વિકેટ

સ્ટુઅર્ટ બ્રોડ – 604 વિકેટ

એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી ઉંમરે 700 વિકેટ લેવાનો રેકોર્ડ પણ કર્યો છે. તેણે 41 વર્ષ અને 223 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. એ અગાઉ શેન વોર્ને 37 વર્ષ અને 104 દિવસની વયે 700 વિકેટ ઝડપી હતી, તો મુરલીધરને 700 વિકેટ પૂરી કરી ત્યારે તેની ઉંમર 35 વર્ષ અને 88 દિવસ હતી.

 

LEAVE A REPLY

20 − nine =