(Photo by GIUSEPPE CACACE/AFP via Getty Images)

સલમાન ખાન અને ફિલ્મમેકર સુરજ બડજાત્યા એકબીજાને તેમના માટે લકી માને છે. આ જોડીએ મૈંને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન અને પ્રેમ રતન ધન પાયો જેવી હિટ ફિલ્મો આપી છે.

ફિલ્મ ચાહકો હંમેશા સલમાન ખાન અને સૂરજ બડજાત્યાની નવી ફિલ્મની રાહ જોતા હોય છે. ખાસ તો તેમની પ્રથમ બે ફિલ્મોએ તે સમયે ધૂમ મચાવી હતી. ગયા વર્ષે, આ જોડીએ પુષ્ટિ કરી હતી કે તેઓ પ્રેમ રતન ધન પાયો (2015) ના આઠ વર્ષ પછી તેમની પાંચમી સંયુક્ત ફિલ્મ માટે ફરીથી સાથે કામ કરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, “સૂરજ બડજાત્યા અને સલમાન ખાન એક મોટા વિઝન અને મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. સૂરજ બડજાત્યા સુપરસ્ટાર સાથે કામ કરતા પહેલા એક ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. સલમાન પણ આવનારા 26 મહિના સુધી ખૂબ જ વ્યસ્ત છે. લાંબા સમય પછી, સલમાન ખાન અને સૂરજ બડજાત્યા સાથે આવી રહ્યા હોવાની વાતથી પ્રશંસકો ઉત્સાહિત થઈ ગયા છે. અગાઉ એવી અટકળો હતી કે સલમાન અને સુરજ બડજાત્યા પ્રેમ કી શાદી નામની ફિલ્મ બનાવવાના છે. જોકે, તે મુદ્દે તેમની વચ્ચે અસંમતિ હોવાથી વાત આગળ વધી નહોતી.

 

LEAVE A REPLY

12 − twelve =