ANI Photo)

ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલપ્રદેશની મુલાકાત સામે રાજદ્વારી વિરોધ નોંધાવીને ચીને જણાવ્યું હતું કે ભારતની આ હિલચાલથી વણઉકેલાયેલા સીમા વિવાદને વધુ જટિલબનાવશે.

એક મીડિયા બ્રીફિંગમાં વડાપ્રધાન મોદીની અરુણાચલપ્રદેશની મુલાકાત વિશે પૂછવામાં આવતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું હતું કે “ભારત-ચીન સરહદના પૂર્વ ભાગમાં ભારતીય નેતાની મુલાકાતની ચીન સખત નિંદા કરે છે અને તેનો સખત વિરોધ કરે છે. અમે ભારતને ગંભીર રજૂઆતો કરી છે.”

વડાપ્રધાન મોદીએ શનિવારે અરુણાચલપ્રદેશમાં 13,000 ફૂટની ઊંચાઈએ બાંધવામાં આવેલી સેલા ટનલ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ ટનથી વ્યૂહાત્મક સ્થળે આવેલા તવાંગને કનેક્ટિવિટી પ્રદાન કરે છે અને સરહદી પ્રદેશમાં સૈનિકોની વધુ સારી હિલચાલ સુનિશ્ચિત કરે છે.

આસામના તેઝપુરથી અરુણાચલપ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લાને જોડતા માર્ગ પર ₹825 કરોડના ખર્ચ સાથે બનાવામાં આવેલી ટનલને આટલી ઊંચાઈ પરની વિશ્વની સૌથી લાંબી બાય-લેન રોડ ટનલ માનવમાં આવે છે.

સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર સેલા ટનલ ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) સાથેના વિવિધ ફોરવર્ડ સ્થાનો પર સૈનિકો અને શસ્ત્રોની વધુ સારી હિલચાલ સુનિશ્ચિત કરશે.

ભારતે અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાઓને વારંવાર નકારી કાઢ્યા છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે આ રાજ્ય ભારતનો અભિન્ન હિસ્સો છે. નવી દિલ્હીએ આ વિસ્તારને નવા નામો આપવાના બેઇજિંગના પગલાને પણ નકારી કાઢ્યું છે અને જણાવ્યું હતું કે તેનાથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી.

LEAVE A REPLY

9 − 3 =