યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન 21 એપ્રિલે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. Ben Stansall/Pool via REUTERS

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન તેમની બે દિવસની ભારત યાત્રા દરમિયાન સંખ્યાબંધ કોમર્શિયલ એગ્રીમેન્ટની જાહેરાત કરશે. તેમણે દ્વિપક્ષીય વેપાર અને રોકાણના નવા યુગનો સંકેત આપ્યો છે.

યુકે હાઇકમિશને જણાવ્યું હતું કે યુકે અને ભારતના બિઝનેસ સોફ્ટવેર એન્જિનિયરિંગ, હેલ્થ સહિતના ક્ષેત્રોમાં નવા રોકાણ અને નિકાસ ડીલના આશરે એક બિલિયન પાઉન્ડના કરારની જાહેરાત કરશે. તેનાથી યુકમાં આશરે રોજગારીની આશરે 11,000 નવી તકો ઊભી થશે.

જોન્સનેને ટાંકીને હાઇ કમિશને જણાવ્યું હતું કે હું અહીં આવ્યો છું ત્યારે મને આપણા બે દેશો વચ્ચે ઘણી સંભાવના દેખાય છે. નેક્સ્ટ જનરેશન 5G ટેલિકોમ અને AIથી લઇને હેલ્થ રિસર્ચ અને રિન્યુએબલ એનર્જીમાં નવી ભાગીગદારી સાથે યુકે અને ભારત વિશ્વની આગેવાની લઈ રહ્યાં છે. અમારી પાવરહાઉસ પાર્ટનગશીપ આપણા લોકો માટે નોકરી, વૃદ્ધિ અને તકનું સર્જન કરી રહી છે અને તે આગામી વર્ષોમાં વધુને વધુ મજબૂત થશે.

યુકેમાં નવી સ્વિચ મોબિલિટી ઇલેક્ટ્રિક બસ R&D સેન્ટર અને ચેન્નાઈમાં તેમના એશિયા પેસિફિક હેડક્વાર્ટરનું ઉદ્ધાટન, ભારત-યુકેમાં 1000 થી વધુ નોકરીઓનું સર્જન થશે

ભારતીય સોફ્ટવેર કંપની માસ્ટેક યુકેમાં આગામી ત્રણ વર્ષમાં 1600 નોકરીઓનું સર્જન કરવા 7.9 કરોડ પાઉન્ડનું રોકાણ કરશે

બિઝનેસ કન્સલ્ટન્સી ફર્સ્ટસોર્સ સાઉથ વેલ્સ, મિડલેન્ડ્સ અને ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમના શહેરોમાં નવી ઓફિસો ખોલશે

હર્ટફોર્ડશાયર સ્થિત કંપની સ્મિથ એન્ડ નેફ્યુએ ભારતમાં રોબોટિક સર્જિકલ સિસ્ટમ્સ વેચવા માટે એક મોટી એક્સપોર્ટ ડીલ કરી છે અને નોર્થમ્પટનશાયર બિઝનેસ સ્કોટ બેડર દેશમાં રીન્યૂએબલ એનર્જી કંપનીઓને સપ્લાય કરવા માટે નવી રેઝિન્સ ફેક્ટરી ખોલશે

શુક્રવારે જ્હોન્સનન અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક યોજાશે, જેમાં ડિફેન્સ અને અન્ય મોટા સોદાની પણ જાહેરાત થઈ શકે છે. આ સિવાય બેઠકમાં ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો નવો પાયો નંખાઈ શકે છે.