ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) ના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતા. નાફેડના ચેરમેન પદ માટેનું મતદાન દિલ્હીમાં 21મેએ યોજાયું હતું, જેમાં ગુજરાતના બે સહિત કુલ 21 ડિરેક્ટરોએ મતદાન કર્યું હતું. ગુજરાતના જે બે ડિરેક્ટરોએ મતદાન કર્યું તેમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનો પણ સમાવેશ થાય છે.રાજકોટના સાંસદ મોહન કુંડારીયા પણ નાફેડના ચેરમેન પદના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા.

જેઠા ભરવાડ પંચમહાલ ડેરી એન્ડ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ (PDC) બેંકના ચેરમેન પણ છે.

ઉલ્લેખનીય છે કે, સહકારી ક્ષેત્રમાં ઉમેદવારોની પસંદગીમાં આ વર્ષ ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થયું હતું. અગાઉ, ભાજપે ઇફ્કોની ચૂંટણી માટે બિપિન પટેલને મેન્ડેટ આપ્યો હતો, પરંતુ જયેશ રાદડિયાએ ભાજપના ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવી હતી અને વિજયી બન્યા હતા.દિલીપ સંઘાણી પણ ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.

જેઠા ભરવાડ સતત 6 ટર્મથી જંગી બહુમતીથી શહેરા વિધાનસભા બેઠક પરથી જીત્યા છે. વર્ષ 1998થી વર્ષ 2022 એમ સળંગ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ સાથે જેઠા ભરવાડ હાલમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે. આ સાથે સહકારી ક્ષેત્રના મોટા ચહેરાઓમાં જેઠા ભરવાડનું નામ હોવાની સાથે તેઓ સ્થાનિક રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા નેતા છે. આ સાથે , તેઓ પંચમહાલ ડેરીમાં ભાજપના જ નેતા ભૂપેન્દ્રસિંહ સોલંકીને હરાવીને ચેરમેન બન્યા હતાં.

LEAVE A REPLY