(ANI Photo/IPL Twitter)

રાજસ્થાન રોયલ્સના આક્રમક બેટ્સમેન, ઈંગ્લેન્ડના ખેલાડી જોસ બટલરને આ વર્ષે આઈપીએલમાં તડાકો પડ્યો છે. તેણે આ સીઝનમાં ચાર સદી સાથે 863 રનનો જંગી સ્કોર કરી પર્પલ કેપ તો જીતી જ લીધી હતી, સાથે સાથે બીજા પાંચ ઈનામો પણ મેળવ્યા હતા. દરેક ઈનામ રૂપિયા દસ લાખનું (રૂ. એક મિલિયન) હોવાના હિસાબે બટલરે પર્પલ કેપની સાથે રૂ. 60 લાખ પણ પ્રાપ્ત કર્યા હતા.

તેણે જીતેલા અન્ય ઈનામો આ મુજબ છેઃ

સૌથી વધુ – 45 છગ્ગા

સૌથી વધુ – 83 ચોગ્ગા

ગેમ ચેન્જર ઓફ ધી સીઝન

પાવર પ્લેયર ઓફ ધી સીઝન

મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધી સીઝન

આ ઉપરાંત, ઉમરાન મલિકને ઈમર્જીંગ પ્લેયર ઓફ ધી યર, દિનેશ કાર્તિકને સુપર સ્ટ્રાઈકર ઓફ ધી સીઝન એવોર્ડમાં ટાટા પંચ કાર, લોકી ફર્ગ્યુશનને સીઝનના સૌથી ઝડપી બોલર તથા ઈવાન લુઈસને કેચ ઓફ ધી સીઝનના એવોર્ડ અપાયા હતા. દિનેશ કાર્તિક સિવાયના તમામને ઈનામમાં દરેકને રૂ. 10 લાખ મળ્યા હતા. ફેર પ્લે એવોર્ડ આ વર્ષે બે ટીમો – ફાઈનાલિસ્ટ્સ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સને સંયુક્ત રીતે અપાયો હતો.