(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ટ્વીટર ઇન્કે મંગળવારે જણાવ્યું હતું કે તેને ભારતીય અભિનેત્રી કંગના રનૌત પર પ્રતિબંધ મૂક્યો છે. ઉશ્કેરણીજનક અને અપમાનજનક નિવેદનોનેને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. કંગનાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાર્ડકોર સમર્થક માનવામાં આવે છે.

કંગના રનૌત છેલ્લા 2 દિવસથી પશ્ચિમ બંગાળની ચૂંટણીના મુદ્દે જે નિવેદન આપી રહી છે તેના કારણે તે ચર્ચામાં છે. કંગનાએ છેલ્લા 2 દિવસમાં ઘણી એવી ટ્વિટ્સ કરી છે જેને ખૂબ જ ‘આપત્તિજનક’ જણાવવામાં આવી રહી હતી. હવે કંગનાનું ટ્વિટર અકાઉન્ટ હંમેશાં માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળમાં બીજેપીની હાર જાણીને કંગના સતત ટ્વિટ્સ કરી રહી હતી. કંગનાની કેટલીક ટ્વિટ્સને ટ્વિટર યૂઝર્સે ખૂબ જ આપત્તિજનક અને હિંસાને પ્રોત્સાહન આપનારી જણાવી હતી. ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થતા પહેલા પણ કંગનાએ એક આપત્તિજનક ટ્વિટ કરી હતી કે જેમાં તેણે નામ લીધા વિના મમતા બેનરજી પર નિશાન સાધ્યું હતું.