Kashmiri Pandit employees on strike will not get salary
કાશ્મીરી પંડિત કર્મચારીઓએ કાશ્મીરમાંથી બીજી જગ્યાએ બદલીની માગણી સાથે દેખાવો કર્યા હતા. (ANI ફોટો)

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાશ્મીર ખીણમાં સેવા આપતા કાશ્મીરી પંડિતો સહિત લઘુમતી સમુદાયના તમામ કર્મચારીઓની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે. ટ્રાન્સફરના મુદ્દે વિરોધ કરી રહેલા લોકોને તેમને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ઘેર બેસી રહેવા માટે પગાર મળશે નહીં.
કાશ્મીરી પંડિતો અને અનામત વર્ગના કર્મચારીઓ ટ્રાન્સફરની માગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે ત્યારે ઉપરાજ્યપાલે આ નિવેદન આપ્યું છે. રાહુલ ભટ અને રજની ભલ્લા નામના બે કર્મચારીઓના ટાર્ગેટ કિલિંગને પગલે મે મહિનામાં આ કર્મચારીઓ કાશ્મીરમાંથી જમ્મુ આવી ગયા છે. આ કર્મચારીઓ કાશ્મીરની બહાર તેમના પોસ્ટિંગની માગણી કરી રહ્યાં છે.

ઉપરાજયપાલે જણાવ્યું હતું કે તેઓ હડતાળ પર છે અને હું તેમની સાથે સતત સંપર્કમાં છું.તેમના લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છે. લગભગ તમામને જિલ્લા કમિશનરો, પોલીસ અધિક્ષકો અને અન્ય સરકારી અધિકારીઓ સાથે પરામર્શ કરીને જિલ્લા મુખ્યાલયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જોકે કેટલાંક કર્મચારીઓને તાલુકા મથકો પર મૂકવામાં આવ્યા છે. કેટલાંકને શહેરની નજીકના ગામડામાં મૂકવામાં આવ્યા છે, કારણ કે ગ્રામીણ વિકાસ વિભાગમાં કામ કરતાં કર્મચારીઓની શહેરમાં બદલી કરી શકાય નહીં.

તેમણે જણાવ્યું હતું કે લઘુમતી કર્મચારીઓને કોઈપણ કાર્યાલયમાં એકલા તૈનાત કરવામાં આવશે નહીં અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે તેમની સાથે વધુ બેથી ત્રણ લોકોને મૂકવામાં આવશે. અમે તેમની ફરિયાદો જોવા માટે દરેક જિલ્લામાં અને એક રાજભવનમાં એક અધિકારીની નિમણૂક કરી છે. તેઓ તેમની સમસ્યાઓના નિરાકરણ માટે જરૂરી પગલાઓ શોધી રહ્યા છે. તમામ લાયક કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે, તેમની લાંબા સમયથી પડતર માંગણી પૂરી કરવામાં આવી છે.

LEAVE A REPLY

sixteen + six =