(Photo by STR/AFP via Getty Images)

વિક્કી કૌશલ અને કેટરિના કૈફ બોલીવૂડના સૌથી ફેવરિટ કપલ્સમાં સ્થાન ધરાવે છે. તેમણે ડિસેમ્બર 2021માં લગ્ન કર્યાં હતા અને તેમણે લગ્ન સુધી પોતાના સંબંધો વિશે મૌન રાખ્યું હતું અને લગ્ન પછી પણ પોતાના લગ્નના ફોટા શેર કરીને ચાહકોને ખુશ કર્યા હતા. કેટરિના કૈફ અને વિકી કૌશલમાં અદભૂત કેમેસ્ટ્રી છે. આ સેલિબ્રિટી કપલ માત્ર એકબીજા સાથે સારા સંબંધો જ નથી શેર કરતા, પરંતુ એકબીજાના પરિવારનો આદર કરે છે અને તેમના સાસરિયાઓ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે.

કેટરિના કૈફ વિકી કૌશલના માતા-પિતા સાથે દરેક તહેવારો ઉજવે છે. તાજેતરમાં અભિનેત્રીએ કરવા ચોથની તસવીરો શેર કરી હતી, જેમાં તેના પતિ વિકી સિવાય તે તેના સાસુ-સસરા સાથે પણ જોવા મળી હતી. વિકી કૌશલ પણ ઘણીવાર તેની પત્નીના પરિવાર સાથે જોવા મળે છે. વિકીનો પરિવાર પણ કેટરીનાને ખૂબ પ્રેમ કરે છે. 2022માં કેટરીનાએ ખુલાસો કર્યો હતો કે તેના સાસુ-સસરા એટલે કે શામ કૌશલ અને વીણા કૌશલે પણ તેને ખૂબ જ સુંદર ઉપનામ આપ્યું છે. કેટરિનાએ આ વાતનો ખુલાસો ‘દ કપિલ શર્મા શો’ દરમિયાન કર્યો હતો.

તેણે કહ્યું કે તેના સાસરિયાઓએ તેને ઉપનામ નામ આપ્યું છે અને તેને ‘કિટ્ટો’ કહે છે. તે કહે છે- ‘મારા ઈન-લોઝ મને કિટ્ટો કહે છે.’ આ સાથે કેટરિનાએ એ પણ ખુલાસો કર્યો કે તેની સાસુ પણ તેના ડાયટનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. તેના માટે શક્કરીયા પણ રાંધે છે, જે તેના આહારનો એક ભાગ છે. આ વિશે વાત કરતાં કેટરિનાએ કહ્યું હતું કે, ‘શરૂઆતમાં મા મને પરોઠા ખવડાવતી હતી અને હું ડાયેટ પર હોવાથી હું તે ખાઈ શકતી નહોતી. ક્યારેક તે ટુકડો ખાઈ લેતી. હવે અમારા લગ્નને લગભગ એક વર્ષ થઈ ગયું છે, મમ્મી મારા માટે શક્કરીયા તૈયાર કરે છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments