પેરી બારના લેબર સાંસદ ખાલિદ મહમૂદ પર રેસીસ્ટ, અને મહિલાઓનો ઓનલાઈન પીછો કરવાનો તેમ જ ગુનાહિત દુર્વ્યવહાર કરનારને રક્ષણ આપતા હોવાના આક્ષેપો ટ્રિબ્યુનલ સમક્ષ તેમની પૂર્વ મદદનીશ દ્વારા કરાયા છે.

એક વખતની મદદનીશ અને બીજી પત્ની બનવાની ના પાડતા તેમના અંગત સંબંધોનો અંત થયા બાદ એમપી ખાલિદ સામે ટ્રિબ્યુનલમાં દાવો કરનાર એલેના કોહેને મહેમૂદ સામે અયોગ્ય બરતરફી, વંશીય અને ધાર્મિક ભેદભાવ, ઉત્પીડનનો આરોપ મૂક્યો છે. જો કે મહેમૂદે કોઈપણ ગેરરીતિને નકારી છે.

કોહેને ટ્રિબ્યુનલને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે ‘’તેણે મને 2003માં નોકરીની ઓફર કરી હતી અને અમે 2004માં અમે સંબંધ શરૂ કર્યો હતો. જે 2005 સમાપ્ત થયો હતો. મહેમૂદે દાવો કર્યો હતો કે બ્રેકડાઉન પાછળનું કારણ બીજી પત્ની બનવાનો ઇનકાર હતો. ખાલિદે મને ગેરમાર્ગે દોરી હતી કે તેના અગાઉના લગ્નો તૂટી ગયા હતા પરંતુ મને 2005માં ખબર પડી કે તે ખોટું હતું. એક જ સમયે બે મહિલાઓ સાથે લગ્નના તેના ખોટા વચનોથી હું પરેશાન થઈ ગઇ હતી.’’

મહેમૂદે મિડલેન્ડ્સ ડોમેસ્ટિક અબ્યુઝ ચેરિટીની વર્કર સરાયા હુસૈનને નોકરી પર રાખી હતી. પરંતુ તેની સંભાળમાં રહેલી મહિલાઓના જાતીય શોષણ, બ્લેકમેલીંગ, લાયસન્સ પરના સ્પીડિંગ પોઈન્ટ્સ વગેરેના આરોપો અંગે ફેબ્રુઆરી 2020માં કોહેને મહેમૂદને ફરિયાદ કરતા કોહેનના દાવા મુજબ તેના પર જૂઠું બોલવાનો અને સરાયા પ્રત્યે ઈર્ષ્યા કરવાનો આરોપ મૂક્યો હતો.

કોહેને કહ્યું હતું કે હુસૈને તે પછી ફેસબુક પર સેમિટિક સંદેશાઓ પોસ્ટ કર્યા હતા. જે અંગે પોલીસે નોન-ક્રાઇમ હેટ ઘટના તરીકે નોંધ કરી હતી. હું નારાજ હતી કે મહેમૂદે યહૂદી કર્મચારી તરીકે મારા વિશે ઓછું વિચાર્યું હતું અને હુસૈનને તે પોસ્ટ દૂર કરવા પણ જણાવ્યું ન હતું. લેબર પાર્ટીના વરિષ્ઠ સભ્યો સમક્ષ મેં ચિંતાઓ રજૂ કરતા તેની અવગણના કરવામાં આવી હતી. મહમૂદે આરોપો પર કાર્યવાહી કરવાનો ઇનકાર કરી કોહેનને કાઢી મૂકી હતી.

લંડનની સેન્ટ્રલ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં સુનાવણી ચાલુ છે.