ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધો ફરી શરૂ થયા છે ત્યારે અમેરિકા સ્થિત ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)એ વાનકુવરમાં ભારતીય કોન્સ્યુલેટની “ઘેરાબંધી” કરવાની ધમકી આપી હતી.
ખાલિસ્તાન સમર્થક જૂથે કહ્યું હતું કે તે ગુરુવારે ભારતીય કોન્સ્યુલેટ પર કબજો કરશે અને તેથી કોન્સ્યુલેટની નિયમિત મુલાકાતનું આયોજન કરી રહેલા ભારતીય-કેનેડિયનોને બીજી તારીખ પસંદ કરવી જોઇએ.
તેમણે નવા ભારતીય હાઈ કમિશનર દિનીશ પટનાયકના ચહેરા પર નિશાન દર્શાવતું પોસ્ટર પણ બહાર પાડ્યું. એકનિવેદનમાં આ ખાલિસ્તાની સંગઠને ભારતીય કોન્સ્યુલેટ પર ખાલિસ્તાનીઓ પર જાસૂસી નેટવર્ક ચલાવવાનો અને દેખરેખ રાખવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં – ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં જણાવ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ભૂમિકાની તપાસ ચાલી રહી છે.બે વર્ષ પછી પણ, ભારતીય કોન્સ્યુલેટ્સ ખાલિસ્તાન રેફરન્ડમ પ્રચારકોને નિશાન બનાવીને જાસૂસી નેટવર્ક ચલાવી રહ્યું છે.
