(istockphoto.com)

કેનેડામાં ખાલિસ્તાન ત્રાસવાદી ઈન્દરજીત સિંહ ગોસલની ધરપકડ કરાઈ હતી. ગુરપતવંત સિંહ પન્નુનનો નજીકના સહયોગી ગણાતો ગોસલ યુએસ સ્થિત ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) માટે કેનેડામાં કામ કરે છે. 36 વર્ષીય ગોસલને પન્નુનનો જમણો હાથ માનવામાં આવે છે અને તે પન્નુનના બોડીગાર્ડ તરીકે પણ કામ કરી ચૂક્યો છે. જૂન ૨૦૨૩માં હરદીપ સિંહ નિજ્જરના મૃત્યુ પછી ગોસલ SFJ માટે એક અગ્રણી કેનેડિયન આયોજક તરીકે ઉભરી આવ્યા હોવાનું કહેવાય છે.

ગોસલને ઓટ્ટાવામાં હથિયારો સંબંધિત આરોપોમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. ગોસાલની ધરપકડ કેનેડામાં અલગતાવાદી જૂથો પ્રત્યેના વલણમાં મોટા ફેરફારનો સંકેત આપે છે.

ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA)માં એક હિન્દુ મંદિર પર થયેલા હિંસક હુમલાના સંબંધમાં ગયા વર્ષે નવેમ્બરમાં ગોસલની ધરપકડ કરાઈ હતી. બાદમાં પીલ રિજનલ પોલીસ (PRP)એ તેને મુક્ત કર્યો હતો. નવેમ્બર 2024માં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર હિંસક હુમલો કર્યો હતો.

ભારત અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (NSA) વચ્ચેની બેઠક પછી તરત જ કેનેડાએ આ કાર્યવાહી કરી હતી. ગયા અઠવાડિયે નવી દિલ્હીમાં, ભારતીય NSA અજિત ડોભાલ અને કેનેડિયન NSA નથાલી ડ્રોઈને વ્યાપક ચર્ચાવિચાણા કરી હતી. વિદેશ મંત્રાલય (MEA)ના જણાવ્યા અનુસાર, બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે સહકારી અભિગમ અપનાવવા સંમત થયા હતાં, જેમાં ખાસ કરીને આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય ગુનાઓનો સામનો કરવા માટે સંયુક્ત પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

LEAVE A REPLY