રિયાલિટી ટીવી શો- ખતરો કે ખિલાડી દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે. આ શોને જાણીતા ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટી હોસ્ટ કરે છે. તે ટીવી, બોલીવૂડ અને ઓટીટી પ્લેટફોર્મ પર આવતાં સ્પર્ધક પાસે ખતરનાક સ્ટન્ટ્સ પરફોર્મ કરાવે છે. બિગબોસ 16માં પહોંચેલા રોહિત શેટ્ટીએ ખતરોં કે ખેલાડી 13 માટે કન્ટેન્સ્ટ્સનું ઓડિશન પણ લીધું હતું.
સૌંદર્યા શર્મા અને શિવ ઠાકર ખતરોં કે ખિલાડી 13માં સામેલ થવાના છે. શોના મેકર્સ સાથે તેમની વાતચીત થઇ ચુકી છે. હવે સૌંદર્યા શર્મા અને શિવ ઠાકરે ફરી એક વખત એકબીજાને ટક્કર આપતાં જોવા મળશે. આ બંને ઉપરાંત ખતરોં કે ખિલાડીમાં બીજા કયા કયા કન્ટેન્સ્ટ્સ જોડાશે એની આવનારા સમયમાં ખબર પડશે.