પ્રતિક તસવીર - સન્માન મેળવતા હરીલાલ પટેલ

સનાતન ધર્મ મંડળ અને કોમ્યુનિટી સેન્ટર, કાર્ડીફના સ્થાપક અને ટ્રસ્ટી તથા હરીશભાઇ તરીકે લોકપ્રિય એવા કાર્ડિફના હરિલાલ નારણદાસ પટેલ, બી.ઈ.એમ, વેસ્ટમિન્સ્ટર એબી ખાતે તા. 6 મેના રોજ કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાના રાજ્યાભિષેક માટે આમંત્રિત કરાયેલા કેટલાક લોકોમાંના એક હતા.

હરીશભાઇએ જણાવ્યું હતું કે ‘’રાજ્યાભિષેકમાં ઉપસ્થિત રહેવું તે એક જાદુઈ ક્ષણ હતી. કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાના રાજ્યાભિષેકના સાક્ષી તરીકે વેસ્ટમિન્સ્ટર એબીમાં પ્રત્યક્ષ રીતે હાજર રહેવું એ ખરેખર એક મહાન અને અનોખો અનુભવ હતો. તે એક મહાન સન્માન હતું જેના અનંદને હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. 50 વર્ષ પહેલાં યુગાન્ડાથી શરણાર્થી તરીકે યુકે આવ્યો ત્યારે મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે મને એક દિવસ શાહી કાર્યક્રમમાં આદરણીય મહેમાનોની વચ્ચે ઉપસ્થિત રહીને “રાજ્યભિષેક”ની સાક્ષી બનવાની તક મળશે.’’

હરીશભાઇએ જણાવ્યું હતું કે ‘’આ પ્રસંગે હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે લોર્ડ પટેલ સહિત અન્ય ધર્મો અને રાષ્ટ્રોના લોકોનો સમાવેશ કરાયો તે આપણા દેશની વિવિધતા દર્શાવે છે. વેસ્ટમિન્સ્ટર એબીનું વાતાવરણ શાંતિ, સંવાદિતા અને આશાનું હતું. તે આપણાં પ્રિય રાણી એલિઝાબેથ II ની ઘણી બધી પ્રિય યાદો અને તેમના માટે ઉભા રહેલા મૂલ્યો પાછી લાવી હતી. આ ઐતિહાસિક પ્રસંગે મને ભગવાન રામના રાજ્યાભિષેકની યાદ અપાવી હતી અને મને ખાતરી છે કે રાજા ચાર્લ્સ રામ રાજ્યના સિદ્ધાંતોનું પાલન કરશે.’’

LEAVE A REPLY

9 + seventeen =