ઇંગ્લિશ ફૂટબોલની ટોચ પર પહોંચવામાં સફળ રહેલા આર્સેનલના સીઈઓ વિનય વેંકટેશમને રમતગમતની સેવાઓ માટે OBE પ્રાપ્ત થયું છે. વેંકટેશમ અગાઉ બ્રિટિશ ઓલિમ્પિક એસોસિએશન અને લંડન 2012 સાથે કામ કરીને 2010માં નોર્થ લંડન ક્લબમાં જોડાયા હતા. તેમની ક્લબ મહિલા ફૂટબોલની ચેમ્પિયન પણ રહી છે.

વેંકટેશમે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે, “હું સન્માનનો પત્ર મેળવીને ખુશ થયો છું. મેં મારી કારકિર્દીમાં જે પણ કર્યું છે તે હંમેશા તેજસ્વી ટીમોમાં કામ કરવાના ભાગ રૂપે રહ્યું છે, વ્યક્તિગત પુરસ્કાર મેળવવો તે થોડુ અજીબ લાગે છે. મને લાગે છે કે તે અદ્ભુત ટીમોની માન્યતા છે જે માટે હું લગભગ 20 વર્ષોથી રમતમાં ભાગ રહ્યો છું, પછી ભલેને તે આર્સેનલ હોય, લંડનમાં ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ હોય, 2017માં લંડનમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ હોય. અમારા ઘણા સમર્થકો અને અમારા ઘણા સ્ટાફ માટે, ફૂટબોલ ક્લબની ટોચ પર વિવિધતા હોવી મહત્વપૂર્ણ છે અને મારા ઉપરાંત અમારી પાસે પુરૂષો અને સ્ત્રીઓની ખૂબ જ વૈવિધ્યસભર એક્ઝિક્યુટિવ ટીમ છે. એક ફૂટબોલ ક્લબ તરીકે, અમે વિવિધતા અને સમાવેશને ખરેખર ગંભીરતાથી લઈએ છીએ.’’

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments