ANI PHOTO
રણીબર કપૂરની મોટા બજેટની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝની તારીખ હજુ સુધી જાહેર થઈ નથી. આમ છતાં, ફિલ્મના કલાકારો સહિતની સમગ્ર વિગતો સમયાંતરે જાહેર થાય છે. દિવાળી અથવા દશેરા પર આ ફિલ્મ અંગેની અધિકૃત માહિતી જાહેર થાય તેવી સંભાવના છે.
જોકે, અગાઉ રણબીરે ભગવાન રામના રોલમાં પોતાની સ્વીકૃતિ વધારવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. રણબીરે કહ્યું હતું કે, તે છેલ્લા બે વર્ષથી ચુસ્ત સનાતની બન્યો છે. રણબીરના આશ્ચર્યજનક હૃદયપરિવર્તનની સાથે ફિલ્મના કલાકારોમાં પણ વધારો થઈ રહ્યો છે. ફિલ્મમાં ઈન્દ્રદેવની ભૂમિકા માટે કુણાલ કપૂરની પસંદગી થઈ હોવાનું સૂત્રો કહે છે.
નીતેશ તિવારીના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મમાં રણબીર કપૂરની સાથે સાઈ પલ્લવી, યશ, સની દેઓલ મહત્ત્વની ભૂમિકામાં છે. માર્ચ 2024થી મુંબઈમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે અને એક સ્ટુડિયોમાં નોન સ્ટોપ શૂટિંગ કરવામાં થઇ રહ્યું છે.
રામાયણને બે ભાગની ફિલ્મ બનાવવાનું આયોજન છે, જેમાંથી પ્રથમ ફિલ્મ 2024ના અંત સુધીમાં અને બીજી 2026માં રિલીઝ થાય તેવું આયોજન છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે ત્યારે કેટલાક દિવસથી કુણાલ કપૂર પણ તેમાં જોડાયો છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું તે પહેલાથી સતત નવા કલાકારો જોડાઈ રહ્યાં છે. જોકે, સૂત્રો કહે છે કે, કુણાલ કપૂર પછી નવા કોઈ અભિનેતાનો સમાવેશ કરાશે નહીં.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments