લોહાણા કોમ્યુનિટી ઑફ નોર્થ લંડન (LCNL)ના નવા પ્રમુખ તરીકે મીના જસાણીની વરણી કરવામાં આવી છે.

મીના જસાણીએ જણાવ્યું હતું કે ‘’હું કોઈ પણ સંકોચ વિના પ્રામાણિકપણે કહી શકું છું કે આ એક સન્માન અને અપાર વિશેષાધિકાર છે. મને આગામી LCNL પ્રમુખ તરીકે ચૂંટવા બદલ હું વ્યક્તિગત રીતે સમુદાયનો લોકોનો આભાર માનું છું. અમે વિશ્વભરના સમુદાયોમાં અમારું પ્રગતિશીલ, વૈવિધ્યસભર અને નવીન વલણ જાળવી રાખીએ તેની ખાતરી કરવા માટે હું ખૂબ જ મહેનત કરીશ. અમારા સમુદાયની સેવા કરવી એ મારા ડીએનએમાં છે. હું નવી ચૂંટાયેલી LCNL ટીમ, મહિલા મંડળ સમિતિ, YLS ટીમ અને LCF ટ્રસ્ટીઓનો આભાર માનુ છું.’’

મીના જસાણી આ અગાઉ છેલ્લા બે વર્ષ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે, માનદ સેક્રેટરી, LCF ટ્રસ્ટી, કનેક્શન્સના અધ્યક્ષ અને સહ-સ્થાપક, એજીંગ પોપ્યુલેશન કમીટીના સેક્રેટરી અને  મહિલા મંડળમાં સોસ્યલ સેક્રેટરી, સેક્રેટરી અને અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે.

તેમના લગ્ન 45 વર્ષ પહેલા નીતિનભાઇ સાથે થયા હતા.

LEAVE A REPLY

18 + 7 =