લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) એક્ટિવિટી ટીમ દ્વારા ભાગવદ ગીતા ટેસ્ટર સેશનનું આયોજન ભાવિશા ઠાકર અને તેમના પતિ દિવ્યેશ ઠાકરની મદદથી બુધવાર 23 ફેબ્રુઆરીના રોજ સાંજે 6-30 થી 9-30 સુધી ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે કરવામાં આવ્યું છે. ગીતા પરિચય પછી હળવા નાસ્તાનો લાભ મળશે. યુવાન અને વૃદ્ધો બંને માટે આપણી સંસ્કૃતિની સમૃદ્ધિને અન્વેષણ કરવાની તક છે. સંપર્ક: પ્રતિભાબેન લાખાણી 07956 454 644 અથવા ભાવિશા ઠાકર 07917 204 070.