પ. પૂ. શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી (કડી-અમદાવાદ)ના આશિર્વાદથી વૈષ્ણવ સંઘ યુકે – શ્રી નાથજી હવેલી, જાસપર સેન્ટર, 2a રોસલિન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે 5મી ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના શુભ દિવસથી ખેલ અને રસિયાના 40 દિવસના રંગીન અને આનંદ ઉત્સવની શરૂઆત થઈ હતી. આ પ્રસંગે હેરોમાં શ્રીનાથધામ હવેલી ખાતે દરરોજ બપોરે 12 થી 1 દરમિયાન દર્શન દરમિયાન રસિયા, ફૂલ-ફાગ અને રંગોત્સવ થશે. સંપર્ક: મીનાબેન પોપટ 07958 436 586 અને સુભાષભાઇ લાખાણી 07748 324 092.