બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા - BAPSના આગેવાનોએ ગત તા. 20 જુલાઈએ પેરિસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને પેરિસમાં બીએપીએસ દ્વારા સાકાર કરવામાં આવી રહેલા નવા હિન્દુ મંદિર અંગે માહિતી આપી હતી.

બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા – BAPSના આગેવાનોએ ગત તા. 20 જુલાઈએ પેરિસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને પેરિસમાં બીએપીએસ દ્વારા સાકાર કરવામાં આવી રહેલા નવા હિન્દુ મંદિર અંગે માહિતી આપી હતી. તેમણે મંદિરનું 3D મોડલ તથા આ સંકુલની બાંધકામ યોજનાઓ અને આર્કિટેક્ચરલ નકશો પણ મોદી સમક્ષ રજૂ કર્યો હતો.  

આ મંદિરનું નિર્માણ પેરિસના મલ્ટિફેઇથ અને મલ્ટિકલ્ચરલ હાર્ટલેન્ડ ગણાતા એસ્પ્લાનેડ ડેસ રિલિજન્સ એટ ડેસ કલ્ચર્સ ખાતે થઈ રહ્યું છે. તે પરંરાગત હેતુ સાથે નિર્મિત યુરોપનું પ્રથમ મંદિર બનશે અને તેનાથી સાંસ્કૃતિકએકતા અને સંવાદિતાને પ્રોત્સાહન મળશે.  

વડાપ્રધાન મોદીને એ જાણીને આનંદ થયો હતો કે ફ્રાન્સ આ BAPS હિંદુ મંદિર સાથે ભારતના સ્થાપત્ય સૌંદર્યને અપનાવી રહ્યું છે. BAPSના સ્વયંસેવકોએ વડા પ્રધાનને એ પણ સમજાવ્યું હતું કે આ હિન્દુ મંદિર કેવી રીતે વર્તમાન અને ભાવિ પેઢીઓની જરૂરિયાતો પૂર્ણ કરશે અને તે ઈન્ડો-ફ્રાન્સ સમુદાયમાં તમામ ધર્મો અને પૃષ્ઠભૂમિના લોકો માટે પ્રેરણાસેવા અને સંવાદિતાન દીવાદાંડી તરીકે ઊભું રહેશે. 

પ્રોજેક્ટ મેનેજર નાહલા જોજો-લેગ્રાન્ડે વડાપ્રધાનને માહિતી આપી હતી કે આ પ્રોજેક્ટ ફ્રાન્સમાં મહત્વનો સાંસ્કૃતિક પ્રોજેક્ટ છેકારણ કે તે ભારતીયો અને ફ્રાન્સના લોકોને એકબીજાની નજીક લાવશે.  

મંદિરના નિર્માણ માટેના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર દીપ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ વિશે જાણીને ખૂબ જ પ્રસન્ન થયાં હતાં. આ પ્રોજેક્ટ ફ્રાન્સ અને ભારત વચ્ચે ખીલતી મિત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે. BAPSના આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું વિઝન સાકાર કરવા બદલ અને સતત સમર્થન આપવા બદલ BAPS ફ્રાન્સ અને ભારતના નેતાઓનો આભાર માને છે.  

LEAVE A REPLY

5 + 16 =