Leicester Riots Barnie

લેસ્ટર ઇસ્ટમાં ગયા વર્ષે ભારત પાકિસ્તાન મેચ બાદ થયેલી હિંસામાં મીટ હૂકથી સજ્જ થઇ હિન્દુઓના માસ્ક પહેરેલા જૂથ પર હુમલો કરવાના આરોપસર સ્પિનની હિલ્સમાં એસ્ફોર્ડબી સ્ટ્રીટ પર રહેતા શોએબ પઠાણને દોષીત ઠેરવી 18 મહિના માટે અમલમાં રહે તેવી નવ મહિનાની સસ્પેન્ડેડ જેલ અને 200 કલાકનું અવેતન કોમ્યુનિટી કાર્ય પૂર્ણ કરવાની સજા કરી હતી.

ગયા વર્ષે, 17 સપ્ટેમ્બર, શનિવારના રોજ થયેલી અથડામણ દરમિયાન તે સ્પિની હિલ્સમાં સ્પેન્સ સ્ટ્રીટ પર દોડતો હતો ત્યારે તેની ધરપકડ કરાઇ હતી, જેમાં આશરે 500 માણસો સામેલ હતા.

તા. 20ના રોજ લેસ્ટર ક્રાઉન કોર્ટમાં કોર્ટમાં પોલીસના બોડીકેમ ફૂટેજમાં 37 વર્ષનો પઠાણ હાંફતો દેખાયો હતો અને તેણે પોલીસને જણાવ્યું હતું કે ભયના કારણે તેણે મીટ હુક સાથે રાખ્યો હતો. પણ પોલીસનું ધ્યાન હટતાં પઠાણ રોડ પર નાસી ગયો હતો.

લુસિયા હેરિંગ્ટનના કેમેરામાં પઠાણની ગુનાખોરી કેદ થઇ જતાં તેણે એક ગુનાની કબુલાત કરી લીધી હતી. તે નેક્સ્ટમાં સોફ્ટવેર ટેસ્ટર તરીકે કામ કરે છે અને 15 વ્યક્તિઓની ટીમનું સુપરવિઝન કરે છે. તે ત્રણ બાળકોના માતા-પિતા છે, અને તેની પત્નીને ચોથુ બાળક આવવાનું છે.

પ્રોસિક્યુટર લુસિયા હેરિંગ્ટને જણાવ્યું હતું કે ‘’આ તોફાનોમાં વિવિધ ફોજદારી ગુનાઓનો સમાવેશ થાય છે, જેમાં લેસ્ટરના સ્પિનની હિલ્સ, હાઇફિલ્ડ્સ અને બેલગ્રેવ વિસ્તારોમાં અફરાતફરી, ફોજદારી નુકસાન અને હિંસક અવ્યવસ્થાનો સમાવેશ થાય છે. જેનાથી સ્થાનિક રહેવાસીઓમાં અશાંતિ અને ભય ફેલાયો હતો.

ગ્રીન લેન રોડ પર તા. 17મી અને 18મી સપ્ટેમ્બરે પરિસ્થિતિ ગંભીર થતાં અથડામણ થઈ હતી. જેને પુનઃસ્થાપિત કરવા માટે નોંધપાત્ર પોલીસ હસ્તક્ષેપની જરૂર પડી હતી. પોલીસે આ સમયગાળા દરમિયાન છરીઓ, લાકડીઓ અને ટેઝર-પ્રકારના ઉપકરણો કબ્જે કર્યા હતા.

આ તોફાનોના આઘાત સ્થાનિક સમુદાયમાં ઊંડે સુધી અનુભવાયા હતા. રહેવાસીઓ તેમના ઘરો છોડવા વિશે ભયભીત હતા, અને શાળાઓની ચાલુ કામગીરી વિશે નોંધપાત્ર ચિંતાઓ હતી. આ ઉપરાંત, હિંસાને કારણે ઘણા બિઝનેસીસ અને દુકાનોને બંધ કરવાની ફરજ પડી હતી.

કોર્ટની કાર્યવાહી દરમિયાન બહાર આવ્યું હતું કે સંઘર્ષમાં સામેલ વ્યક્તિઓ નોંધપાત્ર સંખ્યામાં મેટલના થાંભલાઓ અને વિવિધ હથિયારોથી સજ્જ હતા.

LEAVE A REPLY

four × 2 =