આ લેખ લુયે ફાર્મા લિ. દ્વારા લખાયો છે

દક્ષિણ એશિયન સમુદાયના લોકો ડીમેન્શિયાનો ભોગ બનવાનું જોખમ સતત વધી રહ્યું હોવાના કારણે વિશ્વ અલ્ઝાઈમર્સ માસ (સપ્ટેમ્બર) પ્રસંગે એવા લોકોને વધુ સહયોગ, સમર્થન માટે એક જાગૃત્તિ અભિયાનનો આરંભ કરાયો છે.

‘લેટ્સ ટોક ડીમેન્શિયા’ (આવો, ડીમેન્શિયા વિષે વાત કરીએ) – www. letstalkdementia.co.uk લુયે ફાર્મા લિ. દ્વારા આયોજિત અને નાણાકિય સહાય પ્રાપ્ત અભિયાન છે અને ડીમેન્શિયાથી પીડિત લોકો અથવા તો પોતાના કોઈક સ્નેહીજનને ડીમેન્શિયા થવાની શક્યતાથી ચિંતિત લોકોને તે સહાય તેમજ સમર્થનની ઓફર કરે છે.

વંશિય પુષ્ટભૂમિના લોકો ડીમેન્શિયાનો ભોગ બનવાના અંદાજમાં 600%નો વધારો થવાની ધારણા છે -2013માં આવા લોકોની સંખ્યા 25,000 હતી તે હવે વધીને 2051 સુધીમાં 172,000 થઈ શકે છે. સંશોધનોએ એવું દર્શાવ્યું છે કે, ડીમેન્શિયા થવા માટેના જોખમના પરિબળો (હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વિતા, અપ્રમાણસરનું કોલેસ્ટેરોલ તથા ઉંઘ સંબંધી તકલીફો) દક્ષિણ એશિયન સમુદાયના લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, તેમના ઉપર તેની અસર પણ વધારે રહે છે, જેના કારણે આ સમુદાયના લોકો માથે ડીમેન્શિયાનો ભોગ બનવાનું જોખમ પણ વધુ રહે છે.2

જોખમના પરિબળો અને સંખ્યામાં વધારો થવાના અનુમાન છતાં, દક્ષિણ એશિયન સમુદાયના લોકો આ બિમારીના લક્ષણો દેખાય તો પણ તેઓ નિષ્ણાતોની સહાય લેવાનું ટાળે તેવી શક્યતા વધારે રહે છે, જેના પગલે બિમારીનું નિદાન થવામાં પણ વિલંબ થઈ શકે છે. આમ થવા પાછળનું એક સંભવિત કારણ એ પણ હોઈ શકે છે કે, ડીમેન્શિયા બાબતે એ લોકોમાં પુરતી જાણકારીનો અભાવ હોય છે. એ સમુદાયના લોકો ખોટી રીતે એવું માને છે કે, ડીમેન્શિયાની તકલીફ તો વૃદ્ધત્વની સાથે આવતા સામાન્ય લક્ષણો છે. અને એ હકિક્ત સમગ્ર બાબતને વધુ ગંભીર બનાવે છે કે, અનેક એશિયન ભાષાઓમાં તો ડીમેન્શિયા માટેનો કોઈ ચોક્કસ શબ્દ પણ નથી.3 એક અભ્યાસના તારણો મુજબ તો, યુકેમાં ગોરા બ્રિટિશ દર્દીઓના 62%ની તુલનાએ દક્ષિણ એશિયન સમુદાયના ફક્ત 44 ટકા દર્દીઓને દર્દીઓને જ ડિમેન્શિયાના નિદાનની સેવાઓ પ્રાપ્ત થઇ હતી.4

www.letstalkdementia.co.uk નો ધ્યેય ડીમેન્શિયા સાથે સંબંધિત છોછ દૂર કરવાનો તેમજ લોકોને આ બિમારી વિષે વધુને વધુ વાત કરવા તેમજ દર્દીઓ કેવી રીતે સહાય અને સારવાર પ્રાપ્ત કરી શકે તે વિષે વાત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. તેમાં ડીમેન્શિયાનું નિદાન કેવી રીતે કરાવવું અને કોઈને એ બાબતે ચિંતા હોય કે તેમના કોઈક સ્નેહીજન આ બિમારીથી પીડિત છે, તો એ વ્યક્તિએ શું કરવું તે વિષે માર્ગદર્શનના સમર્થનનો પણ સમાવેશ થાય છે.

જીપી અને મીડિયા મેડીક ડૉ. રોઝમેરી લેનાર્ડ આ ‘લેટ્સ ટોક ડીમેન્શિયા’ અભિયાન સાથે સંકળાયેલા છે. તેમણે કહ્યું હતું કે, “એક જીપી તરીકે, મેં ડીમેન્શિયાથી પીડિત અનેક લોકોને જોયા છે. લોકો ડીમેન્શિયાથી ડરે છે, આપમેળે જ તેમને તેની સૌથી ખરાબ અસરોનો ડર હોય છે; આ જ કારણે, વધુ ને વધુ પ્રમાણમાં લોકોએ ડીમેન્શિયા વિષે વાત કરતાં થવું જોઈએ તેમજ જે લોકો તેનો ભોગ બન્યા હોય તેમને વધુ ને વધુ સહાય અને સમર્થન આપવું જોઇએ.’’

“સૌથી વધુ મહત્ત્વની બાબતોમાંની એક છે લોકોએ આ બિમારી વિષે વહેલા આગળ આવવું જોઈએ – ડીમેન્શિયાની તો સારવાર થઈ શકે છે અને તેની તકલીકો મેનેજ પણ થઈ શકે છે, તેમજ સારવાર જેટલી વહેલી શરૂ કરાય, તેટલા જ પરિણામો વધુ સારા મળી શકે છે. સારવારનો અર્થ ફક્ત મેડિકલ ઈન્ટરવેન્શન્સ નથી – લાઈફસ્ટાઈલ વિષેની અનેક પહેલ પણ એવી છે કે જે મદદરૂપ થઈ શકે. આ ‘લેટ્સ ટોક ડીમેન્શિયા’ અભિયાન ડીમેન્શિયા પીડિત લોકોના જીવનમાં ખરેખર સકારાત્મક ફરક લાવી શકે તેવી સલાહ અને સાધનો ઓફર કરે છે.”

મગજને અસર કરતી અને સતત વધતી રહી શકે તેવી અનેક તકલીફોને ઓળખવા માટે ડીમેન્શિયા એક વ્યાપક અર્થ ધરાવતો શબ્દ છે. તેમાં અલ્ઝાઈમર્સ સૌથી વધુ સામાન્ય છે. તેના સંકેતો અને લક્ષણોમાં યાદશક્તિ વિષેની સમસ્યાઓ, માનસિક ક્ષમતાઓ ક્ષીણ થવી (દાખલા તરીકે નિર્ણય લેવા કે દલીલો કરવામાં તકલીફ થવી), પરસ્પર વાતચિત કે સંવાદમાં સમસ્યા થવી, ઘણી કે પછી પણ તમામ પ્રવૃત્તિઓમાંથી રસ ઉડી જવો, અચાનક મૂડ બદલાઇ જવો, આતૂરતા કે ચિંતાની લાગણી રહેવી તેમજ હતાશા, નિરાશાની લાગણીનો સમાવેશ થાય છે.5

ડિમેન્શિયાથી ફક્ત તેનો ભોગ બનેલી વ્યક્તિને જ પ્રતિકુળ અસર થાય છે એવું નથી, તેની આસપાસના લોકોને પણ તકલીફ પડે છે. એવો અંદાજ છે કે, યુકેમાં 700,000 લોકો એવા છે કે, જેઓ કોઈક ડીમેન્શિયા પીડિત વ્યક્તિની સારસંભાળ લેતા હોય6 અને તેમાં ખારા હોય કરીને દક્ષિણ એશિયન સમુદાયોમાં બે અલગ અલગ પેઢીના લોકો વચ્ચે સારસંભાળનો સંબંધ અતિ સામાન્ય છે. આ સમુદાયના લોકો પીડિત દર્દીઓની પરિવારના સભ્ય કરે કે સમુદાયમાંથી જ કોઈક સારસંભાળ રાખે તેવું પસંદ કરતા હોય છે.1

ડિમેન્શિયાના દર્દીઓની સારસંભાળ લેતા લોકોને મદદરૂપ થવા, ‘લેટ્સ ટોક ડીમેન્શિયા’ અભિયાને કેરર્સ સપોર્ટ ગૃપ ટાઇડ (www.tide.uk.net) સાથે સહયોગ સાધ્યો છે.

ટાઇડના રૂથ એલી કહે છે કે “ડિમેન્શિયાના દર્દીની સારસંભાળ લેતી વ્યક્તિને માટે તે ખૂબજ કષ્ટદાયક બની શકે છે. આવી સારસંભાળ શારીરિક અને માનસિક રીતે તો પડકારરૂપ હોય જ છે, તે નાણાંકિય રીતે પણ તકલિફ સર્જી શકે છે, કારણ કે આવા કેરર્સને કોઈ મહેનતાણું મળતું નથી હોતું અને તે ઉપરાંત તેમણે ડીમેન્શિયા પોતાના પરિવારના સભ્યની સારસંભાળ લેવા માટે પોતાના જોબ કે કામકાજ છોડી દેવા પડે અથવા તો કામના કલાકો ઘટાડી દેવા પડે તેવુ પણ બની શકે છે.

આમાં સૌથી વધુ મહત્ત્વની બાબત સમર્થન મળવાની રહે છે – મદદ માટે વિનંતી કરવામાં ડર કે ખચકાટ રાખશો નહિં ટાાઈડ જેવી સંસ્થાઓ આવી મદદ કરવા માટે તેમજ આવી મૂંઝવણભરી અને ગૂંચવડાભરી આરોગ્ય તેમજ સામાજિક સારસંભાળ વ્યવસ્થામાં કઈ રીતે કામ લેવું તે વિષે વ્યવહારિક સલાહ વાય આપવા મોજુદ છે.”

ડીમેન્શિયા વિષે વધુ જાણવા માટે, મુલાકાત લો www.letstalkdementia. co.uk

શું તમને લાગે છે કે તમે પોતે ડીમેન્શિયાથી પીડિત છો અથવા તો તમે કોઇ ડીમેન્શિયાના દર્દીની સારસંભાળ લઇ રહ્યા છો? એવું હોય તો લેટ્સ ટોક ડીમેન્શિયાને આપના તરફથી સંપર્કનો ઇંતેજાર છે, જેમાં તમે પોતાના અનુભવો વિષે વાત કરી શકશો. સંપર્ક અહીં કરો info@ luyepharma.co.uk

UK-LTD-68 August 2025 References

  1. Subramaniam H et al. BJPsych Advances. Systemic disadvantages facing UK ethnic elders within dementia healthcare. Published online 2025:1-10. doi: 1192/bja.2025.10115 (Accessed August 2025)
  2. Mukadam N et al. PLOS One https://doi.org/1371/journal. pone.0289893 (Accessed August 2025)
  3. Mohammed, S (2017) A Fragmented Pathway: Experience of the South Asian Community and the Dementia Care Pathway – A Care Giver’s Journey. University of Salford (Accessed August 2025)
  4. Ogliari G et al. International Journal of Geriatric Psychiatry https://doi.org/1002/gps.5263 (Accessed August 2025)
  5. Dementia UK https://www. dementiauk.org/information-andsupport/about-dementia/whatare-the-symptoms-of-dementia/ (Accessed August 2025)
  6. Alzheimer’s Society https://www.alzheimers.org. uk/news/2024-11-22/carersuks-state-caring-2021-reportalzheimers-society-responds (Accessed August 2025)

LEAVE A REPLY