(istockphoto.com)

ગુજરાતના ગીર અભ્યારણમાં 2019 અને 2020ના વર્ષમાં જુદા જુદા કારણોસર કુલ 313 સિંહ મોત થયા હતા, જેમાંથી 152 શાવક હતા, એમ રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવાયું હતું. દેશમાં માત્ર ગુજરાત રાજ્યના ગીર અભ્યારણમાં જોવા મળતા સિંહોનો મૃત્યુદર છેલ્લાં 2 વર્ષ દરમિયાન વધ્યો છે. વિરોધપક્ષોએ આટલા ઊંચા મૃત્યુદરના કારણો આપવાની પણ માગણી કરી હતી. વન પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં કુલ 71 સિંહના મોત થયા હતા, જેમાંથી 69ના મોત કુદરતી કારણોથી થયા હતા. કુલ 90 સિંહણના મોતમાંથી 77 સિંહણનું મોત કુદરતી હતું. કુલ 152 બચ્ચામાંથી 144ના મોત કુદરતી રીતે થયા હતા.