પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

છ મહિનાના લોન મોરોટોરિયમ સમયગાળા દરમિયાન બે કરોડ રૂપિયા સુધીની લોનના વ્યાજ પરનું વ્યાજ માફ કરવાના સરકારના નિર્ણયને કારણે સરકારી તિજોરી પર 6,500 કરોડ રૂપિયાનો બોજ પડશે તેમ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે.આ અંગેનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે.

કોર્ટમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં નવુ સોગંદનામું દાખલ કર્યુ છે, જેમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે વર્તમાન સ્થિતિમાં તમામ સેક્ટરને રાહત આપવી શક્ય નથી. સરકારે વધુમાં જણાવ્યું હતું કે રાજકોષીય નીતિની બાબતમાં કોર્ટે હસ્તક્ષેપ કરવો ન જોઇએ. આ અગાઉ પાંચ ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના અગાઉના સોગંદનામા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. સરકારે પોતાના નવા સોગંદનામામાં જણાવ્યું હતું કે નીતિ ઘડતરનું કાર્ય સરકારનું છે અને કોઇ વિશેષ સેક્ટરને રાહત આપવા અંગે કોર્ટે વિચારણા કરવી ન જોઇએ.