અમેરિકાના સેન ડિયોગો ખાતેની ઇલી લિલીની ઓફિસમાં કંપનીનો લોગો દર્શાવવ્યો હતો. (REUTERS/Mike Blake/File Photo)

સુરક્ષાના કારણોસર અમેરિકાની અગ્રણી ફાર્મા કંપની ઇલી લિલીએ કોરોનાની વેક્સિન પરીક્ષણને અટકાવી દીધું છે, એવી કંપનીએ મંગળવારે જાહેરાત કરી હતી. અમેરિકા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોનાની સારવાર માટે જે એન્ટી બોડી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી તેનું આ કંપની પરીક્ષણ કરી રહી હતી. આ ટ્રાયલને સરકારે આર્થિક મદદ કરી રહી છે.

ટ્રમ્પે ગયા સપ્તાહે એક વિડિયોમાં કોરોનાની સારવાર માટે ઇલી લિલી કંપનીની દવાનો ઉલ્લેખ કર્યો હતો. જહોન્સન એન્ડ જ્હોન્સન કંપનીએ કોરોનાની વેક્સિનના ટ્રાયલને અટકાવી દીધું હતું. એસ્ટ્રેજેનેકાની વેક્સિનના પરીક્ષણની અમેરિકા ખાતેની કામગીરી પણ એક મહિનાથી બંધ થશે. આ વેક્સિનનું બીજા દેશોમાં પરીક્ષણ ચાલુ થયું છે.