ભારતમાં લોકસભાની ચૂંટણી યોજવા માટે ઇલેક્શન કમિશને શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં તારીખો જાહેર કરી હતી. લોકસભાની સાથે જ આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાશે. આ વર્ષે 543 બેઠકો પર લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની 26 બેઠકો પર અને વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.

આ વર્ષે કેટલાક વહિવટી કારણોસર લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ થયો હતો. અગાઉ 2004માં 29 ફેબ્રુઆરીએ, 2009માં 2 માર્ચ અને 2014માં 5 માર્ચે અને 2019માં 10 માર્ચના રોજ ચૂંટણીની તારીખો જાહેર થઇ હતી. આ તારીખોની જાહેરાત સાથે આદર્શ આચારસહિંતા લાગુ થઇ ગઇ છે.
• 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 21 રાજ્યોમાં મતદાન યોજાશે • 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે • 07 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે • 13 મેના રોજ ચોથા તબક્કાનું મતદાન • 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન • 25 મે રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન • 1 જૂનના રોજ સાતમા તબક્કાનું મતદાન

ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. તેમણે કહ્યું કે તેઓ બે વર્ષથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થશે.
આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.
આ ઉપરાંત વિધાનસભાની 26 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, હિમાચલ, રાજસ્થાન, તમિલનાડુમાં પેટાચૂંટણી યોજાવાની છે.
અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીના પરિણામો 4 જૂન, 2024ના રોજ આવશે.

રાજીવ કુમારે કહ્યું કે, દરેક ચૂંટણી હંમેશા એક પડકાર અને કસોટી હોય છે. લગભગ 50 કરોડ પુરૂષો અને 47 કરોડથી વધુ મહિલાઓ મતદાન કરશે. 1.8 કરોડ લોકો પ્રથમવાર મતદાન કરશે, 88.40 લાખ દિવ્યાંગો, 19.01 લાખ લશ્કરી સુરક્ષા કર્મચારીઓ, 48000 થર્ડ જેન્ડર મતદારો છે.

 

LEAVE A REPLY

2 × one =