12 ડિસેમ્બરના રોજ સાંજે 5-30 કલાકે લંડન બ્રિજ પાસે થેમ્સ નદીમાં પડી ગયેલા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને તેની લાશ રાત્રે 9.25 વાગ્યે લંડન બ્રિજ પાસેથી મળી આવી હતી.

સાંજે 5:30 વાગ્યાની આસપાસ બર્ફીલા પાણીમાં ગયેલા માણસની મેટ પોલીસે શોધખોળ કરી હતી મેટ પોલીસના મરીન પોલીસિંગ યુનિટ, સિટી ઓફ લંડન પોલીસ અને આરએનએલઆઈ બધા શોધમાં જોડાયા હતા પરંતુ તે માણસને શોધી શક્યા ન હતા. મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “રાત્રે 9.25 વાગ્યે લંડન બ્રિજ પર પાણીના કિનારેથી એક માણસનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક તે જ વ્યક્તિ હોવાનું માનવામાં આવે છે જે અગાઉ પાણીમાં પ્રવેશતો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

2 × 3 =