લંડનના મેયરે એક અનોખી માગણી કરીને ભારતીયોને ચોંકાવ્યા છે. મેયર સાદિક ખાને બોલીવૂડની જુની સુપર હિટ ફિલ્મ ‘અમર અકબર એન્થની’ ફરી બનાવવા માટે આગ્રહ કર્યો હતો. લંડનમાં મેયરે જણાવ્યું હતું કે, મારી પાસે બોલીવૂડ માટે એક પ્રસ્તાવ છે. યુકેમાં અમર, અકબર એન્થની ફિલ્મનું ફરીથી નિર્માણ કરવામાં આવે. કારણકે અત્યારે અહીં રાજા તરીકે એક ક્રિશ્ચન કિંગ ચાર્લ્સ છે, હું સાદિક ખાન મેયર છું અને એક હિન્દુ ઋષિ સુનક અમારા વડાપ્રધાન છે.

તે ફિલ્મમાં અમિતાભ બચ્ચને ક્રિશ્ચનની ભૂમિકા ભજવી હતું. જોકે, સાદિક ખાને મજાકમાં જણાવ્યું હતું કે, હકીકતમાં મારી ઈચ્છા અમિતાભની ભૂમિકા પાત્ર ભજવવાની છે. આ ફિલ્મમાં હિન્દુ પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકા વિનોદ ખન્ના તથા મુસ્લિમ યુવકની ભૂમિકા ઋષિ કપૂરે ભજવી હતી. આ ફિલ્મ અમિતાભ બચ્ચનની કરીયરની સૌથી હિટ ફિલ્મો પૈકીની એક માનવામાં આવે છે અને તેનું નિર્માણ મનમોહન દેસાઈએ કર્યું હતું. સાદિક ખાને જણાવ્યું હતું કે, લંડન બોલીવૂડને આવકારવા માટે હંમેશા માટે આતુર હોય છે. યુકેમાં અનેક સ્થળો પર બોલીવૂડની ફિલ્મોનાં શૂટિંગ થયા હતા.
સાદિક ખાન મૂળ પાકિસ્તાનના છે અને પાકિસ્તાનમાં બોલીવૂડ ફિલ્મો ઘણી લોકપ્રિય હોવાથી મેયર પોતે પણ બોલીવૂડ ફિલ્મોના ચાહક છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments