યુરોપિયન યુનિયને તાજેતરમાં ચીનની જાણીતી ઈ-કોમર્સ કંપની અલીએક્સપ્રેસ સામે તપાસની જાહેરાત કરી હતી, જેમાં નકલી દવાઓ સહિત ગેરકાયદે ઉત્પાદનોથી ઓનલાઈન ગ્રાહકોને બચાવવા માટે તેના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની વધુ વિગતો માગવામાં આવી હતી. યુરોપિયન કમિશને જણાવ્યું હતું કે તેણે અલીબાબાની માલિકીની અલીએક્સપ્રેસને માહિતી માટે ઔપચારિક વિનંતી કરી છે, જે કમિશનના નવા કાયદા-ડિજિટલ સર્વિસિસ એક્ટ (DSA) અંતર્ગત પ્રથમ કાર્યવાહી છે, જેનો હેતુ ગેરકાયદે માલ અને સામગ્રી ઓનલાઇન ફેલાતી રોકવાનો છે.

અલીએક્સપ્રેસને જવાબ આપવા માટે 27 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયને તેના DSA અને ડિજિટલ માર્કેટ્સ એક્ટ સાથે મોટી ટેકનોલોજી કંપનીઓને પડકારવા માટે એક શક્તિશાળી તંત્ર ઊભું કર્યું છે, જે વેબ ક્ષેત્રની મોટી કંપનીઓને કડક નિયંત્રણો, જવાબદારીઓ અને તે કેવી રીતે બિઝનેસ કરે છે તેનું નિરીક્ષણ કરે છે. 19 “ખૂબ જ મોટી” કંપનીઓ માટે DSA ઓગસ્ટમાં અમલમાં આવ્યો હતો, જેમાં અલીએક્સપ્રેસ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો સમાવેશ થાય છે, જેના યુરોપમાં 45 મિલિયનથી વધુ માસિક ઉપયોગકર્તા છે.

LEAVE A REPLY

1 × three =